- ગમે તે ઘડીએ ઈરાન મોટું પગલું લે તેવી સ્થિતિ
- ઈરાન-પાકિસ્તાન વચ્ચે વર્ષો જૂના સંબંધો પર મૂકાયું પૂર્ણવિરામ
- પાકિસ્તાન શેરબજારમાં કાળો કેર
પાકિસ્તાનની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે. એક તરફ મોંઘવારીએ અર્થવ્યવસ્થાને ખોરવી નાખી છે તે બીજી તરફ ઈરાનના હુમલાને લીધે સ્થિતિ વધુ વણસી ગઈ છે. પાકિસ્તાન અને પાડોશી ઈરાન વચ્ચે ભૂ-રાજનૈનિક તણાવ વધી જતા ગુરુવારે પાકિસ્તાનના બોન્ડ અને શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. ગુરુવારે પાકિસ્તાન સ્ટોક એક્સચેંજ 1000 પોઈન્ટથી ગગડયો હતો.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થાથી દરેક વાકેફ છે પરંતુ આ માટે વધુ ખતરો વધવાનો છે. અહીં આગામી મહિને જનરલ ચૂંટણી યોજાવાની છે. જેની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. ઈરાન-પાકિસ્તાનમાં તણાવ યથાવત્ રહ્યો તો કથળતી અર્થવ્યવસ્થા માટે વધુ ખતરો પેદા થઈ શકે છે.
ઈરાન સાથે આ ચીજોનો વેપાર
પાકિસ્તાનના ઈરાન સાથે આર્થિક સંબંધ કાંઈ ખાસ નથી પરંતુ ઈરાન પાકિસ્તાનને અનેક સુવિધાઓ આપતું રહે છે. ઈરાને પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં વીજળી પુરી પાડે છે. ઉપરાંત એળપીજી, ડીઝલ સહિત અન્ય વસ્તુઓ મોટાપાયે નિકાસ કરે છે. પાકિસ્તાનમાં જૂનમાં એક ખાસ ઠરાવ પસાર કરાયો હતો જેમાં પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ સહિત વસ્તુઓ માટે ઈરાન અને અફઘાનિસ્તાન, રશિયા સાથે વેપાર કરવાની મંજૂરી અપાઈ હતી. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે આશરે બે અબજ ડોલરનો કારોબાર થતો હોય છે.
પાકિસ્તાનમાં મોંઘવારી સાતમા આસમાને
પાકિસ્તાન પોતાના ઈતિહાસની સૌથી મોટું આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હૂંડિયામણને લઈ ઘણી જગ્યાએથી મદદ મળી હોવા છતાં પાકિસ્તાનમાં સ્થિતિ સુધરી નથી રહી.સ્થિતિ તો પાકિસ્તાનમાં એવી છે કે ફુગાવો એટલો વધી ગયો છે કે લાહોરમાં ડઝન ઈંડાની કીંમત 400 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નોનવેજ 600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયું છે. ડુંગળી 300 રૂપિયે કિલો આ ઉપરાંચ અન્ય ખાવા-પીવાની ચીજોના ભાવ ભડકે બળી રહ્યા છે.
પાકિસ્તાનનો કેટલો GDP?
પાકિસ્તાનની વાત કરીએ તો અહીં કુલ 241,499,431 વસ્તી છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિની વાત કરીએ તો આનો જીડીપી 340.64 અબજ ડોલક છે અને જીડીપી મુદ્દે દુનિયામાં 46માં પોઈન્ટ પર છે. પાકિસ્તાન પર ચીન અને અમેરિકી જેવા દેશોનું ભારે દેવું છે. નાણાકીય વર્ષ-2023-24માં પાકિસ્તાનનું કુલ બજેટ 14.46 લાખ કરોડ રૂપિયા હતું. આમાં ડિફેન્સ પર થતા ખર્ચો 1,804 અબજ રૂપિયા રખાયો છે.
ઈરાનની નાણાકીય સ્થિતિ પણ કાંઈ સારી નથી. પરંતુ પાકિસ્તાન કરતાં આનો GDP સારો છે. અહીં વસ્તી પાકિસ્તાનની સરખામણીએ ઓછો છે. ઈરાનની વસ્તી વર્ષ-2022 પ્રમાણે 86,758,304 છે. અને આનો જીડીપી 366.438 અબડ ડોલર છે અને આર્થિક સ્તરે રેન્કિંગના મુદ્દે આ દુનિયામાં 42માં પોઈન્ટ પર છે.


