- રામ જન્મભુમિ ઈતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે
- 30 કલાકના કોર્સમાં 5 હજાર વર્ષનો ઈતિહાસ ભણાવાશે
- અભ્યાસમાં વિવાદ અને ચૂકાદાઓનો પણ સમાવેશ
VNSGUમાં રામ જન્મભુમિ ઈતિહાસ ભણાવાશે. જેમાં રામ જન્મભુમિ ઈતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં નિર્ણય લેવાયો છે. જેમાં 30 કલાકના કોર્સમાં 5 હજાર વર્ષનો ઈતિહાસ ભણાવાશે. તેમાં માત્ર 1100 રૂપિયામાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. અભ્યાસમાં વિવાદ અને ચૂકાદાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ, રશિયન ભાષામાં પણ કોર્સ થશે
જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ, રશિયન ભાષામાં પણ કોર્સ થશે. સુરતની VNSGUમાં શ્રીરામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં અયોધ્યા શ્રીરામ જન્મભુમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ હશે.
મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે
રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા તથા મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે. આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે 1100 રૂપિયાની જ ફી રખાઈ છે. તે ઉપરાંત એસીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે. ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની રૂ.10,000 ફી નક્કી કરાઈ છે.


