- એક દીકરી વિરોધ પક્ષના નેતાની ભજવશે ભૂમિકા
- 24,જાન્યુઆરીના રોજ પ્રતિકરૂપે વિધાનસભાનું સંચાલન તેજસ્વી બાલિકાઓ કરનાર છે
- સુરેશભાઈ પટેલ અને દિશા વિષ્ણુભાઈ પટેલ ઉપરાંત કચેરીનાં કર્મચારીઓ હાજર રહ્યાં હતાં
બુધવારે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત તેજસ્વીની બાલિકા વિધાનસભામાં ભાગ લેવા માટે રમત ગમત ક્ષેત્રે આગવી સિધ્ધિઓ મેળવનાર મહેસાણા જિલ્લાની ચાર દીકરીઓની પસંદગી કરવામાં આવી છે. 24,જાન્યુઆરીના રોજ પ્રતિકરૂપે વિધાનસભાનું સંચાલન તેજસ્વી બાલિકાઓ કરનાર છે. જેમાં મહેસાણા જિલ્લાની એક દીકરી વિરોધ પક્ષના નેતા તરીકેનો હોદ્દો સંભાળશે. દીકરીઓ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે અને તેમજ નેતૃત્વ વિકાસમાં સહયોગી બને તે માટે વિધાસભાના સંપૂર્ણ સંચાલનની જવાબદારી તેમને સોંપવામાં આવશે.ઉપરોકત કાર્યક્રમના ઉપલક્ષ્યમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોફી વીથ કલેકટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર એમ.નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓ સાથે સંવાદ કરી લોકશાહી વ્યવસ્થા, વિધાનસભા, લોકસભા, પંચાયતી રાજ અને સરકારી પ્રણાલી વિશે ચર્ચા હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી મેઘાબેન ગોસ્વામી, રમત ગમત ક્ષેત્રે વિશેષ સિધ્ધિ હાંસલ કરનાર પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિ, પરી સુરેશભાઈ પટેલ અને દિશા વિષ્ણુભાઈ પટેલ ઉપરાંત કચેરીનાં કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.


