- ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઑનલાઇન ક્યૂ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરાવાયું
- સિદ્ધપુર માટે તા.1લી ફેબ્રુઆરીથી ઓનલાઇન સેવાનો પ્રારંભ થશે, દૂર રહેતા શ્રાદ્ધાળુઓને પણ લાભ મળશે
- શ્રાદ્ધાળુઓ માટે વેબસાઈટ : ttps://yatradham.gujrat.gov.in
દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાત રાજ્યના સિદ્ધપુર ખાતે હવે શ્રા દ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે. શ્રાદ્ધાળુઓ માટે ઑનલાઈન બુકિંગની આ સુવિધા આગામી તા.1લી ફેબ્રુઆરી 2024થી પ્રારંભ થશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન, ઐતિહાસિક, ધાર્મિક તથા પવિત્ર નગરી પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ છે. દેશના કોઈ પણ પ્રદેશમાં વસતા શ્રાદ્ધાળુઓ માતૃગયા શ્રા દ્ધ માટે સિદ્ધપુર આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને કારતક સુદ અગિયાર સથી પુનમ સુધીના વિશ્વપંચક પર્વ સમયે લાખો શ્રાદ્ધાળુઓ સિદ્ધપુર ખાતે સ્નાન, દાન અને પિંડ પ્રદાન કરી માતૃ-પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર. રાવલે જણાવ્યું હતું કે, સિદ્ધપુર ના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકાર ના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભર ના શ્રાદ્ધાળુઓ માટે શ્રા દ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ આગામી તા. 1લી ફે બ્રુઆરી, 2024થી કાર્યરત બનશે. બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઇચ્છતા તમામ શ્રાદ્ધાળુઓએ વેબસાઈટ : ttps://yatradham.gujrat.gov.in અથવા એન્ડ્રૉઇડ એપ્લિકેશનઃ yatradham of gujrat (YOG) મારફ્તે અથવા સ્થળ પર જ રજિસ્ટ્રેશન ઓફ્સિ ખાતે OFFLINE ર જિસ્ટ્રેશન કરાવી ટોકન POS MACHINEમારફ્તે 100 % ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ પૂજા વિધિનો લાભ સર ળતાથી મળી શકશે. આ પોર્ટલ પર સ્પેશિયલ હૉલ રજીસ્ટ્રેશન, એક પરિવાર દીઠ 2 જિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રા દ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ ઉપરાંત દેશભર માંથી શ્રાદ્ધ વિધિ કરવા ઇચ્છતી કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ ઉપર પોતાના સ્વજનની શ્રા દ્ધ વિધિની અરજી ઑનલાઇન રજિસ્ટર કરાવી શકશે તથા રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે. તીર્થક્ષેત્ર સિધ્ધપુર ના બિંદુ સરોવર ખાતે કઈ તારીખે, કેટલા સમયે અને કયા સ્પૉટ ઉપર તેની વિધિ કરવામાં આવશે? તે પણ પોર્ટલ પર નિયત થઇ શકશે. રજિસ્ટ્રેશન ફિ પણ ઑનલાઈન POS મશીન માર ફ્તે 100 % ડિજિટલ ચૂકતે કરી શકાશે, તેમ સુમાહિતગાર સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


