- રશિયા-યુક્રેનની સરહદે વિમાન દુર્ઘટનાગ્રસ્ત
- રશિયાનું સૈન્ય વિમાન તૂટી જતા તમામના મોતની આશંકા
- છ ક્રૂ સભ્યો અને ત્રણ એસ્કોર્ટ પણ વિમાનમાં હતા
રશિયાના દાવા પ્રમાણે યુક્રેની કેદીઓને લઈ જતું એક વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટના પશ્ચિમી બેલગોરોડ ક્ષેત્રમાં સવારે નવ વાગ્યે થઈ હતી. આ વિમાનમાં 65 યુદ્ધ કેદીઓ સવાર હતા. તૂટી પડેલું પ્લેન રશિયાનું IL-76 મિલિટ્રી ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ હતું. રશિયન મીડિયા સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે વિમાનમાં ધરપકડ કરાયેલા 65 યુક્રેની સૈન્યના જવાનો હતા. જેને એક્સચેંજ માટે લઈ જવાતા હતા. તેઓને યુક્રેન સરહદે લઈ જવામાં આવી રહ્યા હતા. આમાં છ ક્રૂ મેમ્બર્સ અને કેદીઓનો સમાવેશ થતો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક વિમાન રહેણાક વિસ્તારમાં ફંગોળાઈને તૂટી પડતું દેખાય છે. આસપાસના લોકો આ ઘટનાને લઈ ચીસાચીસ કરતા દેખાઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર વિમાનમાં કુલ 65 યુક્રેની કેદ કરાયેલા યુક્રેની સૈન્યકર્મીઓ હતા. જેને અદલાબદલી માટે બેલગ્રુડ ક્ષેત્રમાં લઈ જવાઈ રહ્યા હતા. તેની સાથે છ ક્રૂ સભ્યો અને ત્રણ એસ્કોર્ટ પણ વિમાનમાં હતા. જો કે યુક્રેન તરફથી આ ઘટનાને લઈ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી આવી.
રશિયા અને યુક્રેનમાં થોડા મહિના અગાઉ એક કરાર થયો હતો. કે યુદ્ધ છતાં તેઓ કેદીઓની અદલા બદલી કરતા રહેશે. આ પ્લેનમાં આ જ કેદીઓ હતા. જેને બદલામાં રશિયન કેદીઓને છોડવાના હતા. ગત દિવસોમાં આ વિસ્તારમાં એક મિસાઈળ હુમલામાં 25 લોકોનાં મોત થયા હતા.


