- મ્યુનિ કમિશનરે સ્થાયી સમિતીને ભલામણ દરખાસ્ત મોકલાવી
- રહેણાંક મિલકતોમાં ભાડુઆતના ભારાંકમાં ફેરફાર કરવાની વિચારણા
- એક જ મિલકતના બબ્બે વેરા બિલથી લોકો પરેશાન હતાઃ આ પ્રકારની અરજીઓનો ઢગલો
ગાંધીનગર મહાપાલિકા દ્વારા અત્યારસુધી ભાડાની મિલકતો ઉપર મિલકતવેરામાં અલગથી ભારાંક લગાવવામાં આવતો હતો. પરંતુ રહેણાંક મિલકતોમાં ભાડુઆતના ભારાંકમાં ફેરફાર કરવાની વિચારણા છે. એટલેકે ભાડુઆતની મિલકતો માટે જે અલગથી ભારાંક નક્કી કરાયો છે તેને દૂર કરવામાં આવશે. જોકે આ નિર્ણય પ્રજા માટે લાભકર્તા અને હિતકારી બનશે જ્યારે કોર્પોરેશનની આવકમાં ગાબડું પડશે. પરંતુ દર વર્ષે ભાડે અપાયેલી મિલકતના કિસ્સામાં અત્યારસુધી બબ્બે કે તેથી વધુ પ્રોપર્ટી ટેક્ષના બિલ જનરટે થતા હતા. જેના કારણે કરદાતાઓને એક જ મિલકતના બે બિલ મળવાથી અનેક સમસ્યાઓ સર્જાતી હતી.
મિલકત વેરાની ગણતરીની બાબતમાં ગાંધીનગર કોર્પોરેશન હવે અમદાવાદની ફોર્મ્યુલા પધ્ધતિ અપનાવશે. આવતીકાલે મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં મ્યુનિ કમિશનરની ભલામણ દરખાસ્ત પર નિર્ણય કરવામાં આવશે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા 2011થી એરીયા બેઝ
ભાડુઆતનો ભોગવટો ધરાવતી 31,716 જેટલી રહેણાંક મિલકતો
નોંધનીય છે કે,ગાંધીનગર મહાપાલિકામાં રહેણાંક મિલકતો અંદાજે 1,48,315 નોંધાયેલી છે.તેમાંથી ભાડુઆતનો ભોગવટો ધરાવતી રહેણાંક મિલકતોની સંખ્યા 31,716 જેટલી છે.જેના કારણે એક જ મિલકતનો અમુક હિસ્સો ભાડે આપ્યો હોય તેવી એક જ મિલકતના કિસ્સામાં માલિક અને ભાડુઆત બંને માટે અલગઅલગ બબ્બે બિલો આપવામાં આવે છે.મિલકત ભાડે આપવાના કારણે કરદાતાઓને એક જ મિલકતના બે બિલ મળી રહ્યા છે.
ભોગવટાના પરિબળમાં સુધારો કરવાની ભાગદોડમાંથી છૂટકારો
ટુંકા સમય માટે કોઈએ પોતાનું મકાન ભાડેથી આપ્યું હોય તેવા કિસ્સામાં ભોગવટા પરિબળમાં સુધારો કરવા વારંવાર કોર્પોરેશનમાં અરજી કરવી પડતી હોય છે. એક બિલમાંથી બે તથા બે બિલમાંથી ફરી એક બિલ કરવાનો વારો આવે. આ સ્થિતીએ કોર્પોરેશન તથા નાગરિકોના સમયનો પણ વ્યય થાય છે. જોકે ભારાંકમાં સુધારો કરવાથી આ પ્રકારની ઝંઝટમાંથી લોકોનો છૂટકારો થશે.
ભાડુઆતો દિવાની કોર્ટમાં બિલનો ઉપયોગ કરતાં હોવાથી પણ સમસ્યા સર્જાતી
ભાડુઆતના કિસ્સામાં મિલકતનો ભોગવટો કરનાર તરીકે પ્રોપર્ટી ટેક્ષના બિલ ઉપર ભાડુઆતનું નામ આવતું હોય છે.ઘણા કિસ્સામાં દિવાની કોર્ટમાં ભાડુઆતો દ્વારા આ બિલનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ સુધારો થવાથી આ તમામ સમસ્યામાંથી મિલકતધારક – કરદાતાની મુક્તિ થશે.મિલકત ભાડે આપી હોવાછતાં ભારાંકમાં ફેરફાર ન કરતા બે બિલની સમસ્યા દુર થઈ શકશે.


