- સમગ્ર દેશમાં 75મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવશે
- વાસ્મો અને આર.ટી.ઓના વિવિધ વિષયો પર ટેબ્લો રજૂ કરવામાં આવશે
- રિહર્સલ જિલ્લા કલેકટરે જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી સ્થળ મુલાકાત વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું
2 6 મી જાન્યુઆરી, 2 0 2 4 શુક્રવારના રોજ સમગ્ર દેશમાં 75મા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવશે. ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે.ત્યારે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની હાજરીમાં પ્રજાસત્તાક દિન નિમિતે મીનીટ ટુ મીનીટ કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરએ પ્રજાસતાક દિન માટે યોજાનાર કાર્યક્રમ અન્વયે બેઠક વ્યવસ્થા, રાષ્ટ્ર ધ્વજ, પોડિયમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન થનાર વ્યક્તિઓની યાદી, ટેબ્લો મેનેજમેન્ટ, પાર્કિંગ અને પરેડ નિરીક્ષણ કરી મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમજીવીસીએલ, પશુપાલન શાખા, ખેતીવાડી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈસીડીએસ, જિલ્લા આરોગ્ય કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, વન વિભાગ, ડીઝાસ્ટર શાખા, વાસ્મો અને આર.ટી.ઓના વિવિધ વિષયો પર ટેબ્લો રજૂ કરવામાં આવશે. સાથે જ વિવિધ ક્ષેત્રોએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 1 4 લોકોનું સન્માન કરવામાં આવશે.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર ભરત જોષી, ખેડા પ્રાંત અને આસિ. કલેક્ટર ડો.અંચુ વિલ્સન સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.


