- ભારત-મ્યાનમાર સરહદની નજીક આસામ રાઈફલ્સમાં ગોળીબાર
- જવાને સાથીદારો પર ગોળીબાર બાદ પોતાને ગોળી ધરબી દીધી
- ઘટનાને મણિપુર ઘટના સાથે કોઈ લેવા દેવા નથીઃ IGAR
મણિપુરમાં આસામ રાઇફલ્સના એક જવાને તેના સાથીદારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં આસામ રાઈફલના જવાને દક્ષિણ મણિપુરમાંથી આવેલા તેના 6 સાથીદાર જવાનો પર ગોળીબાર કરીને ઘાયલ કર્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી. ઈન્સપેક્ટર જનરલ આસામ રાઈફલ્સના જણાવ્યા પ્રમાણે, ગોળીબારની ઘટના ભારત મ્યાનમાર સરહદની નજીક તૈનાત આસામ રાઈફલ્સ બટાલિયનમાં થઈ હતી.
IGAR સત્તાવાર નિવેદનમાં જણાવ્યું
IGAR તરફથી મળેલી માહિતી મુજબ, ઘાયલ થયેલા તમામ સૈનિકો બિન-મણિપુરી હતા અને તેમને વધુ સારવાર માટે ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જવાનોની હાલત હવે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. “મણિપુરમાં ચાલી રહેલા વંશીય ઝઘડાના પ્રકાશમાં, કોઈપણ સંભવિત અફવાઓને દૂર કરવા અને કોઈપણ અટકળોને ટાળવા માટે ઘટનાની વિગતો પારદર્શક રીતે દર્શાવવી જરુરી છે.
ઘાયલોમાંથી કોઈ પણ મણિપુરના નથી
“આ કમનસીબ ઘટનાને ચાલુ સંઘર્ષ સાથે સાંકળી લેવી જોઈએ નહીં, કારણ કે ઘાયલોમાંથી કોઈ પણ મણિપુરના નથી.” કેન્દ્રીય અર્ધલશ્કરી દળે કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી હકીકતો જાણવા મળે. “તમામ આસામ રાઇફલ્સ બટાલિયનોમાં મણિપુરના વિવિધ સમુદાયોના લોકો સહિત મિશ્ર વર્ગની રચના છે. મણિપુરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સમાજના ધ્રુવીકરણ છતાં તમામ કર્મચારીઓ સાથે રહીને કામ કરી રહ્યા છે,”


