- દિવસે દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે
- હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત નિપજતાં પરિવારમાં શોક ફેલાયો હતો
- કડીમાં પરીક્ષા આપ્યા બાદ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વાત કરતાં કરતાં મિત્રના ખભા ઉપર ઢળી પડયો
દિવસે દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. યુવાનો સહિત નાનાં બાળકોમાં એટેક આવવાની સમસ્યામાં વધારો થયો છે. થોડાક દિવસો પહેલાં જ કડી તાલુકાના કુંડાળ ગામનો વતની કરણનગર રોડ ખાતે રહેતા યુવકને એકાએક હૃદયરોગનો હુમલો આવતાં તેનું મોત થયું હતું. જ્યાં કડીમાં ફ્રી એક 1 8 વર્ષીય વિદ્યાર્થીને હૃદયરોગનો હુમલો આવતાં કરુણ મોત નિપજતાં પરિવારમાં શોક ફેલાયો હતો. એકના એક પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં આભ ફાટયું છે.અમદાવાદ જિલ્લાના વિરમગામના ચણોઠિયાવાળાનાં વતની હાલ કડી નગરપાલિકાના સામેની જય રણછોડ સોસાયટીમાં રહી મિસ્ત્ર્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ મિસ્ત્ર્રીના 1 8 વર્ષીય એકના એક દીકરાનું કરુણ મોત થતાં પરિવારમાં શોક ફે લાયો હતો. અશોકભાઈ પરિવાર સાથે લગ્નપ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો દીકરો સંકેત ઘરે રોકાયો હતો. કડીનાં નાનીંકડી રોડની મેઘના કેમ્પસમાં આવેલા મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોઈ મંગળવારે સવારે કોલેજમાં પરીક્ષા આપવા માટે ગયો હતો અને પેપર આપી સાંજના સમયે ઘરે પરત ર્ફ્યો હતો. ઘરે આવી મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા ઉપર બેઠો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં યુવાનનું મોત નિપજ્યું હતું.


