- મહેસાણા ખાતે ‘તેજસ્વિની જિલ્લા પંચાયત કાર્યક્રમ’ અંતર્ગત
- દિકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે કામ થાય
- આશયથી પ્રતિ વર્ષ 2 4 મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે
દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 2 4 મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહેસાણા જિલ્લામા કલેકટર કચેરી ખાતે તેજસ્વિની જિલ્લા પંચાયત અંતર્ગત બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતુ કે, તેજસ્વિની જિલ્લા પંચાયતના મૂળમાં બાલિકાઓનો સર્વાંગિ વિકાસ કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, દિકરીઓને પ્રોત્સાહન મળે તે માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે કામ થાય તે દિશામાં આપણે સૌએ સહિયારા પ્રયાસ કરવાના છે. જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણા રાષ્ટ્રપતિ પણ એક દિકરી છે. આજે સમાજમાં દિકરીઓ અને દિકરાઓ વચ્ચેના ભેદભાવ ભૂલાઇ રહ્યા છે. જે સમાજ વિકાસનો મહત્વનો પાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, પાલાવાસણા બાલિકા પંચાયત થકી અસરકારક નેતૃત્વ અને સશક્તિકરણ થકી બાલિકાઓની ભાગીદારી નોંધાઇ છે.


