- ભગવાન રામની શોભાયાત્રા જતા વેળા એટેક આવ્યો
- રેવાભાઇ વેલાભાઇ પાનકુટાનું અચાનક હાર્ટ એટેક આવતા મોત
- શોભાયાત્રામાં તેઓ ટ્રેક્ટર ચલાવતા હોવાના વિડીયો પણ સામે આવ્યો હતો
ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા તાલેગંજ ગામના રાજકીય અને સામાજિક આગેવાન લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુભાઈ વેલાભાઈ પાનકુટાના લઘુબંધુ રેવાભાઇ વેલાભાઇ પાનકુટા નું ગતરોજ ભગવાન રામની ગામમાં નીકળેલી શોભાયાત્રા બાદ અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું શોભાયાત્રામાં તેઓ ટ્રેક્ટર ચલાવતા હોવાના વિડીયો પણ સામે આવ્યો હતો ત્યારે તેઓનું અચાનક મોત થતા સમગ્ર ભીલડી પંથકમાં અને તેમના પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે તેઓની લૌકિક ક્રિયા દરમિયાન સદગત ને શ્રાદ્ધાંજલિ પાઠવવા દરેક સમાજના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો તથા સંતો અને ભુવાજીઓ એ હાજરી આપી હતી તેમના પરિવારજનો દ્વારા સદગત આત્માને શ્રાદ્ધાંજલિરૂપે રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે રૂપિયા એક હજારનું દાન અર્પણ કર્યું છે.


