- સુરતથી ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ
- સુનિલ છોટે લાલની ઇકો સેલ પોલીસે કરી ધરપકડ
- માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવતા
દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. સુરતથી ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સુનિલ છોટે લાલની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. જેમાં માત્ર 10 રૂપિયામાં નકલી જન્મ પ્રમાણપત્ર બનાવતા હતા.
80 હજારથી વધુ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યા છે
80 હજારથી વધુ નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યા છે. અલગ અલગ વેબસાઈટ પરથી જન્મ દાખલો બનાવતા હતા. તમામ રેકેટ બિહારનો સિનતુ યાદવ ચલાવતો હતો. આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા દેશવ્યાપી નકલી જન્મ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બિહારમાં આવેલા એક ગામમાં ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ કરી ચિંટુ યાદવ નામના શખ્સની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. ઇકો સેલની તપાસમાં સામે આવ્યું છે કે, માત્ર નજીવી રકમ લઈ આ બોગસ જન્મનું પ્રમાણપત્ર બનાવી આપવામાં આવતું હતું. તે માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના બોગસ જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા છે.
દેશવ્યાપી મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે
બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ નવા ખુલાસા બહાર આવવાની શક્યતા રહેલી છે. જે અંગેની વધુ તપાસ આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જન્મનું પ્રમાણપત્ર એ દરેક વ્યક્તિ માટે અતિમહત્વનો પુરાવો ગણવામાં આવે છે. જન્મના પ્રમાણપત્ર પરથી જ વ્યક્તિની ઓળખ સહિત અન્ય દસ્તાવેજી પુરાવાઓ બનાવવામાં આવતા હોય છે. જે માટેની પણ કેટલીક કાગળોની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. બાળક જન્મ થાય ત્યારે તેની નોંધણી જે તે હોસ્પિટલ દ્વારા કોર્પોરેશન અથવા નગરપાલિકામાં કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો સેલ દ્વારા બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાનું દેશવ્યાપી મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.


