- રાજ્યમાં 1થી 2 ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું
- 11 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર
- અમદાવાદમાં 13.9 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી
રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત થઇ છે. જેમાં રાજ્યમાં 1થી 2 ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાયું છે. તથા 11 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ અમદાવાદમાં 13.9 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી , ભુજમાં 17.2 ડિગ્રી, રાજકોટમાં 15.2 ડિગ્રી, વલસાડમાં 14.0 ડિગ્રી, સુરતમાં 16.7 ડિગ્રી તથા પોરબંદરમાં 14.0 ડિગ્રી, કેશોદમાં 12.5 ડિગ્રી તાપમાન છે.
લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી
હવામાન વિભાગે ઠંડી અને હાલના તપામાન અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં કચ્છના ઘણાં ભાગોમાં લઘુત્તમ તાપમાન વધ્યાનું જણાવ્યું છે. પરંતુ આગામી 4-5 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ ન હોવાનું પણ જણાવ્યું છે. જોકે, તે પછી તાપમાનમાં વધારો થઈ શકે છે.
રાજ્યમાં સૌથી નીચું મહત્તમ તાપમાન દ્વારકામાં 26 ડિગ્રી નોંધાયું
આ સિવાય અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 30મી જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. મહત્તમ તાપમાનના આંકડા પર નજર કરીએ તો સૌથી ઊંચું તાપમાન રાજ્યમાં સુરતમાં 34 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 31 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજ્યમાં સૌથી નીચું મહત્તમ તાપમાન દ્વારકામાં 26 ડિગ્રી નોંધાયું હતું.


