- મદદ માટે ચીનની તરફ જોવાનું બંધ કરવાની પણ ભલામણ કરી દીધી છે
- અમીરાતના નિષ્ણાત હસન સજનાનીએ એડનમાં ભારતીય નેવીની કામગીરીની પ્રશંસા કરી
- ડિફેન્સ એક્સ્પર્ટ સિમને મિશનમાં ભારતના યોગદાનનું વિશ્લેષણ કર્યું
એડનની ખાડી અનેન અરબ સાગરમાં હુમલાના શિકાર વ્યાપારી જહાજોને ભારતીય નૌસેના દ્વારા સમયસર મદદ મળી રહી છે તેને કારણે સમગ્ર વિશ્વ હવે ભારતની પ્રશંસા કરી રહ્યું છે. ઘણા ડિફેન્સ એક્સ્પર્ટ્સ અને વિધવાનો આના કારણે ભારતને હવે સુપર પાવર કહી રહ્યા છે. આ નિષ્ણાતોએ તો હવે મદદ માટે ચીનની તરફ જોવાનું બંધ કરવાની પણ ભલામણ કરી દીધી છે. આ બધાની વચ્ચે નૌસેનાના આઈએનએસ વિશાખાપટ્ટનમે ખાડીમાં હૂતી આતંકવાદીઓ દ્વારા ડ્રોન હુમલાનો શિકાર વ્યાપારી જહાંજ માર્લિન લુઆંડામાં લાગેલી આગને બુઝાવી દીધી છે. આ નવા મિશનની સફળતા બાદ યુરોપના ઇતિહાસકાર માર્ટિન સૌરબેરીએ લખ્યું છે કે હવે આ બાબતે ભારતે હાથમાં લઈ લીધી છે. મહાશક્તિનો ઉદય થઈ રહ્યો છે. આપણે હવે ચીન તરફથી મદદની અપેક્ષા રાખવાનું બંધ કરી દેવું જોઈએ. ડિફેન્સ એક્સ્પર્ટ સિમને મિશનમાં ભારતના યોગદાનનું વિશ્લેષણ કર્યું છે.
ભારત સતત મદદ કરી રહ્યું છે
- 14 ડિસેમ્બર 2023ના રોજ મધ્ય અરબ સાગરમાં વ્યાપારિક જહાજ રુઇન પર સમુદ્રી લૂંટારાના હુમલામાં ભારતે મદદ કરી
- 23 ડિસેમ્બર 2023ના રોજ અરબ સાગરમાં જ ઓમાનના નિકટ કેમ પ્લૂટો પર ડ્રોન હુમલો થયો, અહીં પણ ભારત મદદે આવ્યું.
- ચાર જાન્યુઆરી વ્યાપારી જહાજ લીલાને હાઇજેક કર્યા બાદ નેવીએ મદદ પહોંચાડી.
- 17 જાન્યુઆરીએ એડનની ખાડીમાં અમેરિકન જહાજ જેન્કો પર હૂતી આતંકવાદીઓએ ડ્રોન હુમલો કર્યા બાદ ભારતે ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા.
- 26 જાન્યુઆરીએ વ્યાપારી જહાજ લુઆંડા પર એડનની ખાડીમાં હુમલો થયો પણ ભારતીય નેવી તરત જ પહોંચી ગઈ હતી.


