- અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીયોએ એરિયલ શોનું આયોજન કર્યું
- એરિયલ શોma એરોપ્લેનમાંથી એક બેનર ફરકાવવામાં આવ્યું
- બેનર પર લખ્યું હતું, “બ્રહ્માંડમાં ગુંજાઈ રહ્યું છે જય શ્રી રામ”
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને એક અઠવાડિયું થઈ ગયું છે. પરંતુ અમેરિકામાં સ્થાયી થયેલા હિંદુઓનો ઉત્સાહ હજુ શાંત થયો નથી. અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીયોએ એક એરિયલ શોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એરોપ્લેનમાંથી એક બેનર ફરકાવવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું ‘યુનિવર્સ ચેન્ટ્સ જય શ્રી રામ’ એટલે કે ‘બ્રહ્માંડમાં ગુંજાઈ રહ્યું છે જય શ્રી રામ’.
હ્યુસ્ટનમાં છેલ્લા કેટલાંક દિવસોથી ખૂબ જ ઠંડી પડી રહી છે. થોડી દિવસ પહેલા વરસાદ પણ પડ્યો હતો. તેમ છતાં ત્યાં સ્થાયી થયેલા ભારતીયોનો ઉત્સાહ ઓછો નથી. આ એરિયલ શો જોવા માટે હ્યુસ્ટનના વિવિધ વિસ્તારોમાં ભારતીયો એકઠા થયા હતા. જે પ્લેન પર બેનર લહેરાવવામાં આવ્યું હતું તેના પાયલોટનું પણ ‘જય શ્રી રામ’ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારનો આ પહેલો શો હતો.
આ એરિયલ શૉના પ્રચાર કરતાં ફ્લાયર પર લખવામાં આવ્યું હતું કે, ‘આકાશ પર નજર રાખો અને જ્યારે તમે તમારા વિસ્તારમાં પ્લેન જુઓ ત્યારે જય શ્રી રામના નારા લગાવો.’
આ સ્પેશિયલ એરિયલ શૉના આયોજક ઉમંગ મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે રામ મંદિરનું ઉદ્ઘાટન 500 વર્ષના સંઘર્ષ બાદ કરવામાં આવ્યું હતું અને તેની ઉજવણી કરવા માટે આ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.
શૉમાં આયોજકોમાંના એક ડૉ. કુસુમ વ્યાસે જણાવ્યું હતું કે પોતાની ખુશી વ્યક્ત કરવાની અસરકારક રીત છે, કારણ કે કદાચ ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે શ્રી રામનો જયજયકાર કરતું હવાઈ બેનર લહેરાવામાં આવ્યું હોય.


