- NDA ગઠબંધનમાં જોડાઈને નીતિશ કુમાર 9મી વખત બન્યા સીએમ
- 10 ફેબ્રુઆરીના રોજ નીતિશ કુમારે સાબિત કરવી પડશે બહુમતિ
- બે ડેપ્યુટી સીએમ સાથે નીતિશ કુમારે કરી નવા કેબિનેટની રચના
નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. 28 જાન્યુઆરીએ તેમણે BJP-HAM સાથે મળીને નવી કેબિનેટની રચના કરી. હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ બહુમતિ સિદ્ધ કરવી પડશે. આ માટે 10મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. સીએમ નીતિશ કુમારે વિધાનસભામાં સાબિત કરવું પડશે કે તેમની નવી સરકાર પાસે બહુમતી છે. તેમણે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાં નવા મંત્રીમંડળની રચના કરી છે, જેનું આગામી દિવસોમાં વિસ્તરણ કરવામાં આવશે.
નીતિશ કુમારની સાથે 8 મંત્રીઓએ 28 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. વિજય સિંહા (ડેપ્યુટી સીએમ), સમ્રાટ ચૌધરી (ડેપ્યુટી સીએમ), વિજય કુમાર ચૌધરી, ડૉ. પ્રેમ કુમાર, બ્રિજેન્દ્ર પ્રસાદ યાદવ, સુમિત કુમાર સિંહ, સંતોષ કુમાર, શ્રવણ કુમાર નીતિશને નવા કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને સીએમ નીતિશના મોટા વિરોધી માનવામાં આવે છે. વિધાનસભાના નવા અધ્યક્ષની પણ ચૂંટણી 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
હાલ શું છે બિહાર વિધાનસભાની બેઠકોનું ગણિત?
બિહાર વિધાનસભામાં જનતા દળ યુનાઇટેડના એનડીએ ગઠબંધનમાં સામેલ થતાંની સાથે જ શાસક પક્ષ પાસે હાલમાં 128 ધારાસભ્યો છે. 2022માં એનડીએ છોડ્યા બાદ નીતિશ કુમારે આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી. ભાજપ 78 ધારાસભ્યો સાથે વિધાનસભામાં બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. જેડીયુમાં હાલમાં 45 ધારાસભ્યો છે અને જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે ચાર ધારાસભ્યો છે.
243 બેઠકો વાળી બિહાર વિધાનસભામાં આરજેડી પાસે 79 ધારાસભ્યો છે અને તે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે, જ્યારે CPI(M-L)+CPI+CPI(M) પાસે 16 ધારાસભ્યો છે. આમ, વિપક્ષ પાસે કુલ સંખ્યાત્મક સંખ્યાબળ 114 ધારાસભ્યો છે અને AIMIM પાસે એક ધારાસભ્ય છે.


