- ખાવડા પાસે 4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો
- સવારે 8.06 વાગ્યે અનુભવાયો ભૂકંપ
- એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપ આવતાં લોકોમાં ભય
કચ્છના ખાવડા પાસે ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં ખાવડા પાસે 4ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. સવારે 8.06 વાગ્યે ભૂકંપ અનુભવાયો છે. તેમાં કચ્છમાં ફરી 4ની તીવ્રતાનો આંચકો આવ્યો છે. જેમાં એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપ આવતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
એક જ સપ્તાહમાં આ બીજો આંચકો
ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં વર્ષ 2001 માં આવેલા મહાભૂકંપ બાદ આફ્ટર શોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 8.6 મિનિટે ભુજના દુર્ગમ ખાવડાથી 30 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ તરફ કેન્દ્રબિંદુ ધરાવતો 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાવા પામ્યો છે. ગત રવિવાર તા. 28 બાદ આજે ફરી એક જ સપ્તાહમાં આ બીજો આંચકો અનુભવાયો છે.
ખવડાથી ઉત્તર પુરવી દિશાએ 30 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં આંચકનું કેન્દ્રબિંદુ
ખવડાથી ઉત્તર પુરવી દિશાએ 30 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં આંચકનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આંચકાની અસર ખાવડા, દુધઈ અને ભચાઉ તાલુકાના રણ કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં થઇ હોવાનું સામે આવ્યું છે. આજે આવેલા આંચકાથી ખાસ કોઈ નુકશાની થવા પામી નથી.


