- 551 બિન હથિયાર PSIની બદલી
- 43 હથિયારી PSIની બદલીના આદેશ
- DGP કચેરીએ કર્યા બદલીના આદેશ
લોકસભા ચૂંટણીને લઈ બદલીઓનો દોર શરૂ થયો છે. જેમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થઇ છે. તેમાં 551 બિન હથિયાર PSIની બદલી કરવામાં આવી છે. તેમજ 43 હથિયારી PSIની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. DGP કચેરીએ બદલીના આદેશ કર્યા છે.
IAS અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી
ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની અચાનક બદલી કરવામાં આવી હતી. ગઈકાલે 50 જેટલા અધિકારીઓની બદલી કરાઈ હતી. તેમજ સચિવાલયના 18 નાયબ સચિવોને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તથા 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
DGP કચેરીએ બદલીના આદેશ કર્યા છે
તાજેતરમાં ચૂંટણી અધિકારી તરફથી ત્રણ વર્ષથી વધુ સમયથી કે પછી પોતાના વતનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવા અંગેના નિર્દેશો આપ્યા છે. જેને લઇને ગુજરાત સરકારમાં બદલીઓનો ગંજીપો ચીપાઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રીએ રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાતમાં મોડી રાત્રે 551 બિન હથિયાર PSIની બદલી કરવામાં આવી છે. તેમજ 43 હથિયારી PSIની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. DGP કચેરીએ બદલીના આદેશ કર્યા છે.


