- નીમકનગરમાં મકાન પાછળ પાના ટીચતા પાંચ પકડાયા
- જૈનાબાદમાં વરલી મટકાનો જુગાર રમતો 1 ઝબ્બે
- નીમકનગર અને દસાડાના જૈનાબાદમાં પોલીસે જુગાર અંગે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગર અને દસાડાના જૈનાબાદમાં પોલીસે જુગાર અંગે દરોડા કર્યા હતા.જેમાં 6 જુગારીયાઓ રોકડા રૂપિયા 12,980 રોકડા સાથે પકડાયા હતા.બન્ને બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમના સંજય પાઠક સહિતનાઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સ્ટાફના વિક્રમભાઈ રબારીને નીમકનગર ગામે રહેતા મહેબુબ નુરમહમદભાઈ મોવરના ઘર પાછળ અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મહેબુબ નુરમહમદભાઈ મોવર, હૈદર મહમદભાઈ ઢુસા, કીશોર સમરતભાઈ કુડેચા, વિક્રમ રાયાભાઈ વહાણીયા, મુના લાલાભાઈ ઝાંપડા ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 12,360, રૂપિયા 8500ના 3 મોબાઈલ સહિત કુલ રૂપિયા 20,860નો મુદ્દામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ દસાડા પોલીસ મથકના વિજયસીંહ નકુમ સહિતનાઓએ જૈનાબાદ ગામે પાણીની ટાંકી પાસે રેડ કરી હતી. જેમાં 42 વર્ષીય અલ્તાફહુસેન હસનઅલી કુરેશી વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપિયા 620 સાથે ઝડપાયો હતો.


