- પેટલાદના અધિક સેશન્સ જજની અદાલતનો ચુકાદો
- ફરિયાદીને રૂા. બે લાખની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો
- આરોપીને ટ્રાયલ કોર્ટ દ્ધારા ફટકારાવામાં આવેલી સજાને યથવત્ રાખવાનો હુકમ કર્યો હતો
ચેક બાઉન્સ થવાના એક કેસમાં મહિલા આરોપીને પેટલાદની ટ્રાયલ કોર્ટ દ્ધારા ફટકારવામાં આવેલી સજા સામેની અપીલ અરજી અધિક સેશન્સ જજ, પેટલાદની અદાલત દ્ધારા ફગાવી દેવામાં આવી છે, અને ટ્રાયલ કોર્ટ દ્ધારા ફટકારવામાં આવેલી એક વર્ષની કેદ અને રૂા. બે લાખની ચૂકવણી કરવાની સજાને યથાવત્ રાખવામાં આવી છે. સજા પામેલી મહિલા આણંદ જિલ્લા ભાજપના મહિલા મોરચના પૂર્વ મંત્રી હોવાનું જાણવા મળ્યું છે. માલાબેન મહેન્દ્રકુમાર સોનીને નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ પેટલાદના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલત દ્ધારા એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી, તેમજ ફરિયાદીને રૂા. બે લાખની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જેની સામે માલાબેન સોનીએ આ ચુકાદાને અધિક સેશન્સ જજ, પેટલાદની અદાલતમાં પડકાર્યો હતો. આ કેસમાં સુનાવણી દરમિયાન અધિક પબ્લિક પ્રોસિક્યુટર જે.એચ. રાઠોડની દલીલોને ગ્રાહ્ય રાખી હતી, અને આરોપી માલાબેન સોનીને ટ્રાયલ કોર્ટ દ્ધારા ફટકારાવામાં આવેલી સજાને યથવત્ રાખવાનો હુકમ કર્યો હતો. જેમાં એક વર્ષની સાદી કેદની સજા સાથે મૂળ ફરિયાદી સિદીકબેગ મિર્ઝાને રૂા. બે લાખ ચૂકવી આપવાનો અધિક સેશન્સ કોર્ટ (પેટલાદ)ના જજ એસ.એમ. ટાંક દ્ધારા હુકમ કરાયો છે.


