- બાગમાં પંચ ધાતુની વિવિધ મૂર્તિ મૂકાયેલી હતી
- પાર્કિગમાં ભગવાનની પિત્તળની મૂર્તિમાંથી વાસળીની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી
- આ સિવાય લાઈટ એને લોખંડના સળિયા પણ ચોરાઈ જાય છે
ડાકોરમાં યાત્રધામ વિકાસ બોર્ડ સંચાલિત ડાકોરના સરકારી પાર્કિગમાં સુશોભન માટે મુકાયેલી ભગવાનની પિત્તળની મૂર્તિમાંથી વાસળીની ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. ડાકોરના નાની ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા સંચાલન કરે છે. બાગમાં સાફ્સફાઇ કરવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી કોઈ દેખરેખ રાખતું નથી. બાગ-બગીચામાં કચરાના ઢગલા જોવા મળે છે. આ બાગમાં પંચ ધાતુની વિવિધ મૂર્તિ મૂકાયેલી હતી અને સુશોભન માટે આવી મૂર્તિઓ મુકવામાં આવી છે. જેમાં સારસંભાળ અને સાચવણીના અભાવે બુધવારનો રોજ કોઇ અજાણ્યા તસ્કરો એક મૂર્તિ અને ક્રષ્ણ ભગવાનની મુર્તિમાંથી વાંસળીની ચોરી કરી જતાં નગરમાં અનેક ચર્ચાઓ જાગી છે. અલભ્ય ગોવર્ધન પર્વતવાળી મૂર્તિમાંથી વાંસળી અને મોરની મુર્તિ ચોરી ગયા હોવા છતાં નગરપાલિકા કોઈ ખબર નથી. આ સિવાય લાઈટ એને લોખંડના સળિયા પણ ચોરાઈ જાય છે. વહેલી તકે તસ્કરોને પકડી પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.


