- બોર્ડ જોઈ આ વિસ્તારના લોકો અચરજમાં મૂકાયાઃ લોકોમાં રોષ ભભૂકી ઊઠયો
- આ રોડ માટે રૂ.93.58 લાખનો ખર્ચ કરવા સરકારે મંજૂરી આપી હતી
- હજી સુધી રોડ બન્યો જ નથી, રૂપિયા ક્યાં ગયા ?
ઈડર તાલુકાના લાલોડા ગામ નજીક બક્ષીપંચ છાત્રાલયથી સવગઢ ગામને જોડતો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1.200 કિલોમીટરનો રોડનું કામ પૂર્ણ થઈ ગયાના બોર્ડ ઈડર માર્ર્ગ અને મકાન પંચાયત વિભાગે લટકાવી દેતાં પ્રજામાં અચરજ સાથે રોષની લાગણી પ્રસરી છે. આ અંગેની વિગત એવી છે કે, લાલોડાથી બક્ષીપંચ છાત્રાલયથી સવગઢ ગામને જોડતા રોડ માટે રૂ.93.58 લાખનો ખર્ચ કરવા માટે સરકાર દ્વારા મંજુરી અપાઈ હતી. પરંતુ સ્થળ તપાસ કરતાં રોડ માટેની રકમ જાણે કે ન વપરાઈ હોય તેમ ખખડધજ રોડ પુરાવા રૂપે જોવા મળી રહ્યોે છે તો બીજી તરફ એવી શંકા આ વિસ્તારના લોકોએ વ્યકત કરી છે કે, આટલી મોટી રકમ ક્યાં અધિકારીઓ અને પદાધિકારીઓના ખિસ્સામાં જતી રહી છે તે અંગે તપાસ થાય તો ઘણુ બધુ બહાર આવે તેમ છે. ઉલ્લેખનીય છે કે, લાલોડા ગામ નજીક બક્ષીપંચ છાત્રાલયથી સવગઢ ગામ જવા માટે કોઈ રોડ ન હતો. લાલોડા બક્ષીપંચ છાત્રાલયથી સવગઢને જોડતો ઈડર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા અર્બુદા કન્સ્ટ્રકશનને કામ સોંપવામાં આવ્યું હતું. જેની કામ શરૂ કરવાની તા.28-12-2021 અને પૂર્ણ કરવાની તારીખ 27-8-2022 હતી. જેનો ખર્ચ રૂ.93,58,313.29 કરવાનો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે કામ પૂર્ણ કરવાની તારીખથી 17 માસ વીતી ગયા છે. છતાં આ રોડ આજે પણ બિસ્માર અને ઉબડખાબડ જોવા મળી રહ્યો છે. આ રોડ પર આજદિન સુધી કોઈપણ પ્રકારનું કામ કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ થઈ રહયા છે તેમ છતાં રોડના કામ પૂર્ણ કરી દેવાના બોર્ડ લષાવી દેવાતા ષ્રામજનોમાં રોષની લાષણી જોવા મળી રહી છે. આ બાબતે ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના મૂડમાં છે.


