- બજાર ભાવ કરતા ઓછા ભાવે જમીનની ફાળવણી કરવાનો મામલો
- પૂર્વ ડે. કમિ., પૂર્વ ટીપીઓ સામેની તપાસનો 45 દિવસમાં રિપોર્ટ કરાશે
- જમીન બજાર કીમત કરતા ઓછા ભાવે આપવામાં આવતા વિવાદ સર્જાયો
રાજકોટમાં 2012માં બજાર ભાવ કરતા ઓછા ભાવે કોર્પોરેશનની જમીન ફળવણી અંગે કાનૂની લડત બાદ અંતે પૂર્વ કમિશનર, પૂર્વ ડેપ્યુટી કમિશનર અને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફ્સિર સામે સીઆરપીસી 202 હેઠળ પોલીસ તપાસ કરવા અને 45 દિવસમાં રીપોર્ટ કરવા કોર્ટે હુકમ કરતા ચકચાર મચી છે.
આ કેસની વિગતો એવી છે કે વર્ષ 2012માં કોંગ્રેસના નગરસેવકએ એક ફરિયાદ કરી હતી જેમાં ભાજપના વોર્ડ નંબર 3ના તે વખતના કોર્પોરેટર કરશનભાઈ વાઘેલા દ્વારા જ્ઞાતિની સંસ્થા વાલ્મીકી મહિલા વિકાસ સંઘ નામક ટ્રસ્ટને રાજકોટની રેફ્યુજી કોલોની વિસ્તારમાં મનપા હસ્તકની જમીન પૈકીની 373-45 ચોરસ મીટર જમીનની માંગણી કરવામાં આવી હતી અને આ જમીન બજાર કીમત કરતા ઓછા ભાવે આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો જે તે વખતે મહાનગરપાલિકાના કમિશનર અજય ભાદુ અને ટાઉન પ્લાનિંગ ઓફ્સિર બકુલેશભાઈ રૂપાણી હોય તેઓએ રાજ્યસેવક તરીકેની સ્તનો દુરૂપયોગ કર્યો હોય ચીફ્ જ્યુડીશીયલ કોર્ટે તપાસ કરવા હુકમ ફરમાવેલ આ સામે અધિકારી હાઈકોર્ટમાં સ્ટે મેળવ્યા બાદ 18 ઓગષ્ટ 2023ના રોજ હાઈકોર્ટે જે તે વખતનો હુકમ સેટેસાઈટ કરી ફેજદારી ઇન્ક્વાયરીને રિમાન્ડ કરતા આ ફરિયાદની એકોર્ડંસ વિથ લો અને ઓન મેરીટ ચલાવવા આદેશ કરતા ગઈકાલે ફરિયાદીનું વેરીફીકેશન નોંધવામાં આવેલ અને દસ્તાવેજો વંચાણે લઇ દલીલોને ધ્યાને રાખી અલગ અલગ સંસ્થા પાસેથી દસ્તાવેજોમેળવી તપાસ કરવી જરૂરી હોય જે તપાસ એજન્સીને સોપવામાં આવે તો જ જરૂરી દસ્તાવેજ મેળવી હકીકત બહાર આવી શકે તેમ હોવાનું જણાવી પોલીસ તપાસનો આદેશ તેમજ 45 દિવસમાં રીપોર્ટ કરવા ફરમાન કરવામાં આવેલ છે.


