- પાણી,ગટર લાઈનનું જેસીબીથી ખોદકામ દરમિયાન આ ઘટના બની
- ખેડા ઈન્દિરા નગરીમાં પ્રોટેકશન વોલ ધારાશયી
- સ્થાનિકો ઉગ્ર રજુઆત માટે નગર પાલિકા ભવને દોડી ગયા હતા
ખેડા નગર પાલિકાના વોર્ડ નં.3નાં ઈન્દિરા નગરી, પાણીની ટાંકી વિસ્તારમાં ગુરૂવારે સવારના સમયે કોન્ટ્રાકટરે ગટર અને પાણીની લાઈનની કામગીરી માટે જેસીબી મશીનથી કામગીરી દરમ્યાન એકાએક આઠેક મકાનોની પાછળની દિવાલ સહીતના ભાગ ધરાશયી થઈ ગયો હતો. જેને લઈને સ્થાનિકો ઉગ્ર રજુઆત માટે નગર પાલિકા ભવને દોડી ગયા હતા. જોકે ચીફ ઓફિસર મિટિંગમાં હોઈ કચેરીમાં જવાબદારોની ગેરહાજરી જોવા મળી હતી. જો કે ચીફ ઓફિસર મિટિંગમાં ખેડા આવીને સીધા જ સ્થળ પર આવીશની ખાતરી આપતા ભોગ બનનાર પરીવારજનો પરત ફર્યા હતા. આ અંગે ચીફ ઓફિસર ભદ્વેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ઈન્દીરાનગરી પાણીની ટાંકી વિસ્તારમાં સંપ બનાવવાનો હોઈ તે જગ્યા પર જુની પાણી અને ગટર લાઈન પસાર થતી હોઈ તેને ખસેડવાની કામગીરી ગુરવારે સવારના સમયે જેસીબી મશીનથી લાઈન માટે ખાડા ખોદવાની કામગીરી દરમ્યાન દિવાલ ધરાશાયી થઈ હતી. જેને કોન્ટ્રાકટરે રીપેર કરી આપવાની ખાતરી આપી છે. લોકોએ મામલતદાર ખેડા, વહીવટદારને આવેદનપત્ર આપીને નુકસાનનું વળતરની માંગણી કરી હતી.


