- કોલંબિયાની 39 વર્ષીય મહિલાને 19 બાળકો હોવા છતાં ગર્ભવતી છે
- જુદાજુદા પુરુષોથી માર્થા નામની મહિલાએ 19 બાળકોને જન્મ આપ્યો છે
- બાળકો પેદા કરવાને વ્યવસાય રૂપે જુએ છે આ મહિલા
એવું માનવામાં આવે છે કે સ્ત્રી માટે ગર્ભવતી થવી એ સૌભાગ્યથી ઓછું નથી કારણ કે આજની જીવનશૈલીને જોતા મહિલાઓને ગર્ભધારણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, એક મહિલા આજકાલ ખૂબ ચર્ચામાં છે, જેણે અત્યાર સુધીમાં 19 બાળકોને જન્મ આપ્યો છે અને હવે તે તેના 20માં બાળકને જન્મ આપવા જઈ રહી છે.
આ વાત તમને સાંભળવામાં તો જરા વિચિત્ર લાગશે પરંતુ આ 100 ટકા સાચી વાત છે. આ મહિલાનું નામ માર્થા છે. અને તેની ઉંમર 39 વર્ષ છે. કોલંબિયામાં આવેલા મેડેલિનમાં રહે છે. માર્થા નામની મહિલાનું કહેવું છે કે તે ત્યાં સુધી બાળકો પેદા કરશે જ્યાં સુધી તેનું શરીર તેનું સાથ આપશે. તમને એક વાત જાણીને વધુ નવાઈ લાગશે કે આ માર્થાના તમામ બાળકો જુદા-જુદા પુરુષોથી છે. તે નથી જાણતી કે તેના પિતા કોણ છે.
પોતાની ખુશીથી બાળકો પેદા કરે છે
માર્થા નામની આ મહિલા ગર્ભધારણ કોઈ મજબૂરીમાં નહીં પરંતુ પોતાની ખુશીથી કરી રહી છે. તે આને એક બિઝનેસનો હિસ્સો માને છે. તે એકલી 19 બાળકોને પાળી રહી છે અને હવે તે 20માં બાળકને જન્મ આપવા જઈ રહી છે. એક ખાનગી રિપોર્ટ અનુસાર માર્થાના 19 બાળકોમાંથી 17 બાળકો સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
બાળકોનું ગુજરાત અને પાલન પોષણ
માર્થાના દરેક બાળકો માટે સરકાર તેને નાણાકીય મદદ મળતી રહે છે. જો કે આ પૈસાથી તે માંડ પોતાનું અને બાળકોનું ગુજરાન પૂરું કરી શકે છે. કારણ કે તેને ઘણાં બાળકો છે. માર્થાએ જણાવ્યું કે તેને પોતાના મોટા બાળકો માટે 76 ડોલક અને નાના બાળકો માટે આશરે 30.50 ડોલરની મદદ મળે છે. આનો અર્થ એવો કે દર મહિને કોલંબિયન સરકાર તેને બાળકોની દેખરેખ માટે આશરે 510 ડોલર ચુકવે છે. એટલું જ નહિ માર્થાને સ્થાનિક ચર્ચ અને પાડોશીઓની પણ મદદ મળતી રહે છે.
આ મહિલા પાસે જુદા-જુદા પુરુષોના બાળકો છે
માર્થાએ તેના તમામ બાળકોને જુદા જુદા પુરુષો દ્વારા જન્મ આપ્યો છે. મીડિયા સાથે વાત કરતાં માર્થાએ કહ્યું, ‘હું એક માતા બનવાને વ્યવસાયની જેમ જોઉં છું.’સત્ય એ છે કે સરકાર દરેક બાળક માટે મને મદદ કરે છે, મને દરેક બાળક માટે થોડા પૈસા મળે છે.’જોકે, તેણીએ સ્વીકાર્યું કે ત્રણ બેડરૂમના નાના ઘરમાં તેનું જીવન ખૂબ જ પડકારજનક રહ્યું છે. માર્થાના સૌથી મોટા બાળકને સોફા પર સૂવું પડે છે. માર્થાએ કહ્યું કે કેટલીકવાર તેઓને મર્યાદિત બજેટમાં દરેક માટે પૂરતું ભોજન આપવામાં મુશ્કેલી પડે છે. આ હોવા છતાં, માર્થા હાર માનશે નહીં, જ્યાં સુધી તેનું શરીર તેને મંજૂરી નહીં આપે ત્યાં સુધી તે બાળકો પેદા કરવાનું ચાલુ રાખશે.


