- ગાંધી આશ્રમથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું બન્યુ સરળ
- ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ પહેલા જ બન્યો નવો રોડ
- રોડ સાથે ડ્રેનેઝલાઇન ડ્રેઇન નેટવર્ક પાછળ 51.43 કરોડનો ખર્ચ
અમદાવાદીઓને એક નવો રોડ મળશે. જેમાં ગાંધી આશ્રમથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું સરળ બન્યુ છે. તેમાં ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ પહેલા જ નવો રોડ બન્યો છે. આશ્રમના રી-ડેવલોપમેન્ટ સમયે રોડનો ઉપયોગ કરી શકાશે. તેમજ નવનિર્મિત રોડને જનતા માટે આગામી દિવસમાં ખુલ્લો મુકાશે.
રોડ સાથે ડ્રેનેઝલાઇન ડ્રેઇન નેટવર્ક પાછળ રૂપિયા 51.43 કરોડનો ખર્ચ
રોડ સાથે ડ્રેનેઝલાઇન ડ્રેઇન નેટવર્ક પાછળ રૂપિયા 51.43 કરોડનો ખર્ચ થયો છે. હવે શહેરીજનોએ ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. જેમાં નવનિર્મિત રોડને જનતા માટે આગામી દિવસમાં ખુલ્લો મુકાશે. ગાંધીઆશ્રમના રી ડેવલોપમેન્ટ સમયે આ રોડનો વાહનચાલક ઉપયોગ કરી શકશે. તેમજ ગાંધીઆશ્રમથી સીધુ મોઢેરા, સાબરમતી પહોચવું સરળ બન્યુ છે.
આગામી સમયમાં અમદાવાદમાં આઇકોનિક રોડ ડેવલપ કરવાનું આયોજન
આગામી સમયમાં અમદાવાદમાં આઇકોનિક રોડ ડેવલપ કરવાનું આયોજન છે. જેમાં બન્ને મહાનગર પાલિકા ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય VVIP રોડ હોવાને કારણે જેમાં બન્ને શહેરની આગવી ઓળખ ઉભી થાય તે માટે “આઇકોનિક રોડ” તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેઈન રોડ, સર્વિસ રોડ, ફૂટપાથ, પાર્કિંગ તેમજ પ્લેસ મેકિગ સાઈડ ગ્રિલ તેમજ લેન્ડસ્કેપ્સ માટેની સોઈલ “માટી” સ્ટ્રીટ લાઈટ જેવી કામગીરી AMC દ્વારા કરવામાં આવશે.


