- પાકિસ્તાનમાં લોહિયાળ ચૂંટણી
- પાકિસ્તાનમાં ઠેર-ઠેર આતંકી ગતિવિધિઓ તેજ બની
- બોમ્બ વિસ્ફોટ, આતંકી હુમલાની ઘટનાઓ પાકિસ્તાનમાં યથાવત્
પાકિસ્તામાં ચૂંટણી આડે હવે માંડ બે દિવસ બાકી છે ત્યારે સતત હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બલૂચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, ચૂંટણી પંચની કચેરી આગળ બોમ્બ વિસ્ફોટ આવી તો સતત આતંકી ઘટનાઓ નોંધાઈ રહી છે અને જેમાં ઘણા માસૂમોનાં મોત થઈ રહ્યા છે. છતાં પાકિસ્તાન તંત્ર કંઈ કરી નથી રહ્યું. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આતંકી ગતિવિધિઓમાં વઘારો થઈ રહ્યો છે. ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે છ પોલીસકર્મીઓની હાલત ગંભીર છે.
પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો. આતંકવાદીઓએ ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ રાતના અંધારામાં પલાયન થવામાં સફળ રહ્યા હતા. જો કે આ ઘટના બાદ પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી.
શુક્રવારે પણ વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા
આ અગાઉ શુક્રવારે બલૂચિસ્તાનના જુદા જુદા શહેરોમાં હેન્ડ ગ્રેનેડ હુમલામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના કાર્યકરો સહિત છ લોકો ઘાયલ થયા હતા. બલૂચિસ્તાન અને કરાચીમાં હિંસાની ઘણી ઘટનાઓએ ચૂંટણી પૂર્વેના વાતાવરણને બગાડ્યું હતું કારણ કે કેટલાક ગ્રેનેડ હુમલાઓ અને વિસ્ફોટો રાજકીય સંસ્થાઓ અને ચૂંટણી-સંબંધિત કાર્યાલયોને નિશાન બનાવ્યા હતા.


