- વલસાડના પારનેરા ગામે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત
- વહેલી સવારે ધો.10ના વિદ્યાર્થીને આવ્યો એટેક
- છેલ્લા 3 દિવસથી બીમાર હતો વિદ્યાર્થી
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત થયુ છે. જેમાં વલસાડના પારનેરા ગામે હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયુ છે. વહેલી સવારે ધોરણ 10ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થી બીમાર હતો.
વહેલી સવારે આયુસને હાર્ટએટેક આવ્યો હોવાને લીધે મૃત્યુ થયુ
વલસાડના પારનેરા ગામના ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી નિધન થયુ છે. વહેલી સવારે આયુસને હાર્ટએટેક આવ્યો હોવાને લીધે મૃત્યુ થયુ છે. 15 વર્ષીય આયુષને પગમાં દુઃખાવો હોવાની માતાને ફરિયાદ કરતો હતો. ત્રણ દિવસથી બીમાર આયુસને સવારે હાર્ટ એટેક આવ્યો હતો. 15 વર્ષીય આયુસનું હાર્ટ એટેક થી નિધન થતા પરિવાર અને પારનેરા ગામમાં ગમગીની છવાઈ છે.
ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય
ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકની સમસ્યા સામાન્ય બની ગઈ છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને લોહીનો પુરવઠો ન મળતો હોય. હાર્ટ એટેકના સૌથી સામાન્ય અને જાણીતા લક્ષણોમાંનું એક છાતીમાં દુખાવો છે. હાર્ટ એટેક દરમિયાન, દુખાવો છાતીની મધ્યમાં શરૂ થાય છે અને પછી તે જુદા જુદા અવયવોમાં ફેલાય છે. જો કે, છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ નથી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ એટેક સમજ્યા વગર આવી જાય છે.
પુરુષોની તુલનામાં મહિલાઓમાં તો આ લક્ષણ હાર્ટ એટેક પહેલા વધારે અનુભવાય છે
ઉલ્ટી, ઈનડાઈઝેશન, છાતીમાં બળતરા- ઘણી વાર અમુક લોકોને હાર્ટ એટેક આવતા પહેલા ઉલ્ટી, ઈનડાઈઝેશન, છાતીમાં બળતરા, પેટમાં દુખાવા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. જો કે, જરુરી નથી કે, આ સમસ્યા આપને અનુભવ થાય તો હ્દયની જ બીમારી હોય અથવા તો આપને હાર્ટ એટેક આવવાનો છે. પણ વારંવાર આ લક્ષણો જોવા મળે તો, ડોક્ટરથી જરુરથી મળવું જોઈએ. પુરુષોની તુલનામાં મહિલાઓમાં તો આ લક્ષણ હાર્ટ એટેક પહેલા વધારે અનુભવાય છે.


