- લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મીટિંગમાં ભાગ નહીં લઈ શકે
- બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સોસાયટીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ પડશે
- લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મિટિંગમાં કે પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે નહીં
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ મુજબ તથા સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ રજિસ્ટર થયેલા ટ્રસ્ટના કેસમાં સુપ્રિમ કોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે ત્રણ માસથી વધારે મેન્ટેનન્સ બાકી હોય તે સભ્યને સોસાયટીમાં ડિફોલ્ટર ગણવામાં આવશે. સુપ્રિમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે, જે સભ્યોના લેણાં બાકી હશે તે સભ્ય સોસાયટીની મિટિંગમાં કે પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે નહીં.
મુંબઈના નાગપુરમાં શિક્ષણ પ્રસારક મંડળ 1946થી સખાવતી સોસાયટી તરીકે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલ છે. સોસાયટીએ તેના નિયમો ઘડયા છે. પાછળથી સોસાયટીને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવી હતી. આ ચુકાદો એવી સોસાયટી પર છે જે કો-ઓપ સોસાયટી એક્ટ હેઠળ નોંધાયેલ છે અને સોસાયટી રાજીનામું અધિનિયમ હેઠળ જે ચેરિટી કમિશનર ઓફ્સિ સમક્ષ રજિસ્ટર થયેલ છે. જેમાં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટની કલમ 15 હેઠળ જે વ્યક્તિ ચેરિટી કમિશનર ઓફ્સિ હેઠળ નોંધાયેલ સોસાયટીના સભ્યો છે. જો તેમણે ફી ન ભરી હોય તો તેઓ ચૂંટણી ફેર્મ ભરી શકતા નથી. જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ સોસાયટી હેઠળ હોવી જોઈએ. એક્ઝિક્યુટિવ બોડી અથવા પેટા-નિયમો હેઠળ સક્ષમ અન્ય કોઈપણ બોડી તેમનો મામલો ઉઠાવી શકે છે. તેમને કારણ બતાવો નોટિસ આપી શકે છે. તેમની જવાબદારીઓ પૂરી કરીને તેમનું સભ્યપદ બચાવવાની તક આપી શકે છે. જે નિષ્ફ્ળ જશે તો તેમનું સભ્યપદ સમાપ્ત કરાશે. જ્યારે તેમ છતાં, તેઓ તેમની જવાબદારીઓ પૂરી નહીં કરે ત્યારે તેમની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હોવાનું જાહેર કરાશે કાયદાકિય નિષ્ણાતે જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો જે સોસાયટીઓ રજિસ્ટર્ડ છે તેમાં હાઉસિંગ કો-ઓપ સોસાયટીઓ નથી પરંતુ તે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ સોસાયટી હેઠળ હોવી જોઈએ તેને લાગુ પડશે.
ચૂકાદાના મુખ્ય મુદ્દા
3 મહિનાથી વધારે મેન્ટેન્સ બાકી હોય તે સભ્ય સોસાયટીમાં ડિફેલ્ટર ગણવામાં આવશે જે સભ્યોનું સોસાયટીનું લેણું બાકી હશે તે સભ્ય સોસાયટીમાં મિટિંગમાં કે સોસાયટી પ્રોગ્રામમાં ભાગ લઇ શકશે નહીં ડિફેલટર સભ્યની કોઈ પણ જાતની કમ્પ્લેન સોસાયટી કમિટી સાંભળશે નહિ મકાનની ટ્રાન્સફ્ર ફી આપેલ નથી તે સોસાયટીના મેમ્બર્સ ગણાશે નહિ.


