- ઈટાલી દેશ હાલ સંપૂર્ણ દેવાના ડુંગર હેઠળ દબાયેલો છે
- વડાપ્રધાન મેલોની ઈટાલીનું દેવું ઉતારવા આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે
- ઈટાલીમાં આવેલા વારસાને વેચવા સરકાર મજબૂર
ઈટાલી દેશ હાલ સંપૂર્ણ દેવાના ડુંગર તળે ડૂબેલો છે. દેશમાં ભારે દેવું જોતા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રીય વારસો વેચવાનો નિર્ણય લીધો છે. મેલોનીએ ઈટાલીના દેવાને આ જાળથી બહાર કાઢવા માટે દેશની પોસ્ટલ સર્વિસમાં હિસ્સેદારી વેચવા જઈ રહ્યાં છે. ખાનગીકરણ કાર્યક્રમ હેઠળ પોસ્ટલ સર્વિસમાં હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. મેલોની સરકારનું ટાર્ગેટ પોસ્ટલ સર્વિસમાં હિસ્સેદારી વેચી વર્ષ-2026 સુધી 21.6 અબજ ડોલર એકઠા કરવાનો છે. આ ઉપરાંત સરકારે રેલવે કંપની Ferrovie dello Stato અને ઊર્જા સેકટરની કંપની Eniમાં પણ પોતાની હિસ્સેદારી વેચી નાખશે.
નિષ્ણાતોનું કહેવું છે કે સરકારી કંપનીઓમાં હિસ્સેદારી વેચવામાં પણ સરકારને વધુ ફાયદો નહિ થાય. ઈટાલીની પર ત્રણ ટ્રિલિયન ડોલર કરતાં વધુ દેવું છે. આ દેવું ભારતના જીડીપીની બરાબર છે. ભારતનો જોડીપી હાલ 3.18 ટ્રિલિયન ડોલર છે.
મેલોનીએ કહ્યું કે, અમે સરકારી કંપનીઓમાં પોતાની કેટલીક હિસ્સેદારી વેચી શકીએ છીએ. જો કે પોસ્ટલ સર્વિસમાં હિસ્સેદારી વેચવાનો મેલોનીના આ નિર્ણય વર્ષ-2018ના તેમના નિવેદનથી અલગ છે. ઈટલીના વડાપ્રધાન બનતા પહેલાં વર્ષ-2018માં મેલોનીએ પોસ્ટલ સર્વિસને પોતાનો કોહિનૂર જણાવ્યો હતો.
એ સમયે તેમને જણાવ્યું હતું કે પોસ્ટલ સર્વિસના ખાનગીકરણના આકરા વિરોધમાં છું. આ અમારું કોહિનૂર છે. જે ઈટાલીનાં લોકોનાં હાથમાં રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે મેલોની સરકારની પોસ્ટલ સર્વિસમાં 51 ટકાની હિસ્સેદારી રાખવાની યોજના હતી. પરંતુ શુક્રવારે સાંજે નાણાપ્રધાન જિયોર્જેટીએ કહ્યું કે તે પોસ્ટલ સર્વિસે પોતાની હિસ્સેદારી ઘટાડીને 35 ટકા કરવાનો નિર્ણય લીધો છે.


