- સુરતમાં મદદ કરવાના બહાને લૂંટ ચલાવતા 2 ઝડપાયા
- આરોપી અંકિત યાદવ, ઋત્વિક ભોલાસિંગની ધરપકડ
- આરોપીઓ લોકોને મદદ કરવાના બહાને ATM બદલી નાખતા
ATMમાં પૈસા ઉપાડતી વખતે ચેતજો. જેમાં સુરતમાં મદદ કરવાના બહાને લૂંટ ચલાવતા 2 ઝડપાયા છે. તેમાં 30 જેટલા ATM કાર્ડ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકિત યાદવ, ઋત્વિક ભોલાસિંગની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ લોકોને મદદ કરવાના બહાને ATM બદલી નાખતા
આરોપીઓ લોકોને મદદ કરવાના બહાને ATM બદલી નાખતા હતા. જેમાં છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોપેડ, મોબાઈલની ખરીદી તથા મોજશોખ પુરા કરવા માટે આરોપીઓ છેતરપિંડી કરતા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 1.30 લાખની મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને મદદ કરવાના બહાને એટીએમ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ સાથે બંને શખ્સોની ધરપકડ કરી છે.
મોજશોખ પુરા કરવા માટે આરોપીઓ એટીએમ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરતા
એટીએમ કાર્ડ ધારક પાસેથી પિન નંબર જાણી લીધા બાદ કોઇ બહાને એટીએમ કાર્ડ નજર ચૂકવી બદલી નાખતા હતા. જેમાં હમણાં સુધી બે ગુનાના ભેદ ઉકેલાયા છે. ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી નવી નકોર મોપેડ અને મોંઘીદાટ મોબાઈલની ખરીદી કરી હતી. કુલ 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે બંને આરોપીઓ એટીએમ કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરતા હતા.


