- બાળકનો રડવાનો અવાજ ના આવે તેના માટે શિશુના મોંઢામાં કાગળ મૂકી ડૂચો મારી દીધો હતો
- બોક્સમાં આજુબાજુ તકિયા મૂકી તેમાં બાળકને મૂક્યું હતું
- શિશુ ની ચકાસણી કરતા તે મૃત હાલત માં હોવાનું જણાવ્યું હતુ
અમદાવાદ જિલ્લાના બાવળા પંથક માં ક્રૂરતા ભરી ઘટના સામે આવી છે બાવળા બગોદરા નેશનલ હાઇવે પર આવેલા મોગલમાતા ના મંદિર નજીક ડીવાઈડર પર તાજુ જન્મેલું નવજાત શિશુ(બાબો )મૃત હાલત માં મળી આવ્યું હતું રાહદારી દ્વારા 108 ને જાણ કરવામાં આવતા બાવળા 108 ના પાઇલટ દિલીપસિંહ અને ઈએમટી રવી લાલકિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શિશુ ની ચકાસણી કરતા તે મૃત હાલત માં હોવાનું જણાવ્યું હતુ બનાવ અંગે કેરાળા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પીઆઈ સહિત પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બનાવ અંગે પોલીસે જાણકારી અપાતા જણાવ્યું હતું કે હાઇવેના ડીવાઈડર પર બોક્સમાં આજુબાજુ તકિયા મૂકી નીચે ધાબળો પાથરી કોઈ અજાણ્યા ઇસમ શિશુ ને મૂકીને જતું રહ્યું હોવાનું જણાઇ આવે છે ઉપરાંત શિશુ ની હાલત જોતા તેના રડવાનો અવાજ બહાર ના આવે તે હેતુથી મોઢામાં પાનમસાલા ની કોથળી વાળા કાગળ નો ડૂચો મારવા માં આવેલો હતો 108 દ્વારા શિશુને બાવળા ના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યું હતું જ્યારે પોલીસ દ્વારા પંચનામુ કરી પીએમ અર્થે અમદાવાદ મોકલી આપવામાં આવ્યું હતું


