- WTC માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યા
- ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં 7 રન બનાવતા જ રચ્યો ઈતિહાસ
- 49 ઈનિંગમાં 2242 રન બનાવનારા પહેલા નંબરના બેટ્સમેન બન્યા
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના સમયે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તેમની બેટિંગથી વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ ઈંગ્લેન્ડની સામે વાઈજેગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 41 રનનો સામનો કરીને 14 રન બનાવ્યા હતા. શર્માએ બીજી ઈનિંગમાં અત્યાર સુધી 13 બોલમાં 13 રન બનાવી લીધા છે. અને સાથે હવે એક વધુ સારી ઈનિંગની આશા રાખવામાં આવી રહી છે.
રોહિત શર્માએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ
ઈંગ્લેન્ડની સામે બીજી ઈનિંગમાં 7 રન બનાવતા જ શર્માએ ઈતિહાસ રચી દીધો છે. શર્માએ સાથી ખેલાડી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. શર્માએ વિરાટને પાછળ રાખીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ WTCમાં 36 મેચની 60 ઈનિંગમાં 39.21ની સરેરાશથી 2235 રન બનાવ્યા છે. કોહલીએ આ સમયે 4 શતક અને 10 ફિફ્ટી મારી હતી. WTCમાં કોહલીનો બેસ્ટ સ્કોર 254 રનનો રહ્યો છે.
WTCમાં હવે રોહિત શર્મા ટોપ ભારતીય બેટ્સમેન
ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તેઓએ WTCમાં 29 મેચની 49 ઈનિંગમાં 49.82ની સરેરાશથી 2242 રન બનાવી લીધા છે. રોહિત શર્મા હવે ભારતના WTCમાં નામ નોંધાવી ચૂક્યા છે. WTCમાં સૌથી વધુ રન બનાવનારા ઈંગ્લેન્ડના જો રૂટ છે. તેઓએ 49 મેચની 89 ઈનિંગમા 49.06ની સરેરાશથી સૌથી વધુ 4023 રન બનાવ્યા છે. જો રૂટના બેટથી આ સમયે 12 શતક અને 16 અર્ધશતક નીકળ્યા છે. તેમનો બેસ્ટ સ્કોર 228 રનનો રહ્યો છે.
WTCમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન
- રોહિત શર્મા – 2242 રન (49 ઈનિંગ)
- વિરાટ કોહલી – 2235 રન (60 ઈનિંગ)
- ચેતેશ્વર પૂજારા- 1769 રન (62 ઈનિંગ)
- અજિંક્ય રહાણે – 1589 રન (49 ઈનિંગ)


