- ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ
- જય શ્રી રામના નારા લાગ્યા
- લગ્ન, છૂટાછેડા અને વારસાના નિયમો બદલાશે
CM પુષ્કરસિંહ ધામી સરકાર ઉત્તરાખંડમાં UCC – સમાન નાગરિક ધારો લાગુ કરવાથી માત્ર એક પગલું દૂર છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ સરકાર વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવાની છે. વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ થયા બાદ UCC પર ચર્ચા કરવામાં આવશે. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ થયા સાથે સત્રના બીજા દિવસે રાજ્ય આંદોલનકારીઓને સરકારી નોકરીઓમાં ક્ષૈતિજ અનામત સંબંધી પ્રવર સમિતિનો રિપોર્ટ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ ખંડૂડીના નેતૃત્વમાં સોમવારે વિધાનસભાની કાર્યમંત્રણા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિધાનસભા સત્રના બીજા દિવસનો એજન્ડા નક્કી કરાયો હતો.
વિધાનસભા સ્થગિત, બપોર બાદ કાર્યવાહી થશે
ગૃહમાં સમાન નાગરિક સંહિતા 2024ની રજૂઆત બાદ ઉત્તરાખંડ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે લંચ પછી ગૃહની કાર્યવાહી ફરી શરૂ થશે.
CM ધામીએ ગૃહમાં UCC બિલ રજૂ કર્યું
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કર્યું છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા રજૂ કર્યુ છે. ઉત્તરાખંડ વિધાનસભામાં બિલ રજૂ થતાની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ થયા બાદ તે કાયદો બની જશે. આ સાથે ઉત્તરાખંડ આઝાદી બાદ UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ થયા બાદ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે અને બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવશે. યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ નક્કી કરી શકાય છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.
CM ધામીએ ટ્વીટ કર્યું
બિલ રજૂ કરતા પહેલા CM ધામીએ ટ્વિટ કરીને કહ્યું- દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્ય સાથે આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવામાં આવશે. રાજ્યના તમામ લોકો માટે આ ગર્વની ક્ષણ છે કે અમે UCC લાગુ કરવાની દિશામાં આગળ વધનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે ઓળખાઈશું. જય હિંદ, જય ઉત્તરાખંડ
આ બિલને ગૃહમાં ટેબલ પર રખાયા બાદ ચર્ચા કરવામાં આવશે
વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે મંગળવારે સરકાર ગૃહમાં UCC બિલ રજૂ કરશે. આ બિલને ગૃહમાં ટેબલ પર રખાયા બાદ ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું કે કાર્યમંત્રણા સમિતિમાં સત્રના બીજા દિવસે ઉત્તરાખંડ રાજ્ય આંદોલનકારીઓને સરકારી નોકરીઓમાં દશ ટકા ક્ષૈતિજ અનામત આપવા સંબંધી પ્રવર સમિતિના રિપોર્ટને પણ ગૃહના ટેબલ પર લઈ જવાનો નિર્ણય કરાયો છે.
આઝાદી બાદ પહેલી વાર આવું સન્માન મળ્યું
વિધાનસભાના અધ્યક્ષ ઋતુ ખંડૂરીએ જણાવ્યું કે UCC એક ખાસ બિલ છે અને આઝાદી બાદ પહેલી વાર રાજ્યને આ પ્રકારનું બિલ રજૂ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તે રીતે આ એક વિશેષ અવસર છે. તેમણે કહ્યું કે આ વિશેષ અવસરને ધ્યાનમાં રાખીને મંગળવારે સત્રના બીજા દિવસે પ્રશ્નકાળ નહીં રહે. UCC બિલ રજૂ કરીને તેના પર ચર્ચા કરાવાશે. તેમણે કહ્યું કે UCC એક મહત્ત્વપૂર્ણ બિલ છે તેથી મંગળવારે UCC પર ચર્ચા કરાવવાનો નિર્ણય લેવાયો છે.


