- અમદાવાદના નારોલ વિસ્તારનો વીડિયો વાયરલ
- હાથમાં તલવાર સાથે રોફ મારતો વીડિયો વાયરલ
- સાજીદ રબડી, રાજા રાસીદ, મોહસીન બંબઇયાની ધરપકડ
અમદાવાદમા આરોપીઓને જાણે પોલીસનો ડર ના રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. પોલીસની બીક ના હોય એ રીતે ખુલ્લેઆમ આરોપીઓ હાથમા તલવાર લઈને લોકો સમક્ષ રોફ જમાવી રહયા હતા તેવો વાયરલ વીડિયોમા દેખાઈ રહ્યુ છે. તો પોલીસ પાસે આ વીડિયો પહોંચી જતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ વિરૂધ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસને લઈ ગુનો નોંધાઈ ચૂકયો છે.
હથિયાર સાથેનો વીડિયો વાયરલ
નારોલ વિસ્તારમા એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમકે જે રીતે વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. તે જોઈને પોલીસ પણ સમજી ગઈ હતી કે આરોપીઓની ધરપકડ તો કરવી જ પડશે કેમકે,આરોપીઓના હાથમા તલવાર હતી. તો આ તલવાર લઈ આરોપીઓ પોતાનો રોફ બતાવી ધાક જમાવવા માંગતા હતા. પરંતુ પોલીસના હાથમા આ ત્રણેય આરોપીઓ આવી જતા પરસેવો છૂટી ગયો હતો. તો આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે થોડા દિવસ અગાઉ કલીમ નામના યુવક પર આજ આરોપીઓએ હુમલો કરતા હતા. હત્યાના પ્રયાસમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
ડાયલોગ સાથે બનાવ્યો વીડિયો
તો જે રીતે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોમા આરોપીઓએ ડાયલોગ બનાવીને વીડિયો બનાવ્યો છે. તો અમદાવાદ શહેરમા અગાઉ એવા પણ ગુના નોંધાયેલા છે કે જેમા જન્મદિવસ પર કેક કાપવાની હોય તો તલવાર વડે જાહેરમા કેક કાપવમા આવતી હતી. તો એવા આરોપીઓ સામે પણ ગુનો નોંધાયો છે કાયદાનું ભાન કરાવતી પોલીસ હજુ ફરાર આરોપીઓને જલ્દીથી ઝડપે અને કાયદાનુ ભાન કરાવે તે જરૂરી બન્યું છે.


