- મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ફરિયાદ
- વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સામખીયારી પો.સ્ટેમાં ગુનો
- મૌલાના, સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ફરિયાદ
મુફ્તી સલમાન અઝહરી સામે વધુ એક ફરિયાદ થઇ છે. જેમાં વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સામખીયાળી પો.સ્ટેમાં ગુનો દાખલ થયો છે. તથા મૌલાના તથા સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ફરિયાદ થઇ છે. મૌલાનાએ કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો
જુનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીના વિવાદાસ્પદ નિવેદન પર મોટા સમાચાર સામે આવ્યા છે. સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો છે. ગુલસને મામદી ટ્રસ્ટ દ્વારા સામખયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ સામખીયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
જુનાગઢમાં હેટ સ્પિચનો મામલો બિચક્યો છે
ઉલ્લેખનીય છે કે માંગરોળમાં વિવાદાસ્પદ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે. જુનાગઢમાં હેટ સ્પિચનો મામલો બિચક્યો છે. લોકોને એસપી હર્ષદ મહેતા દ્વારા વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે. આ મુદ્દે જુનાગઢમા એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ગઈ 31 જાન્યુઆરીના નરસિંહ સ્કૂલના મેદાનમાં નશામુક્તિના નામે 8થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશામુક્તિ અને સામાજિકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મૌલાનાએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વયમન્સ્ય ફેલાય, તંગદીલી ઉભી થાય અને રાગદ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ ભડકાઉનો ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ તાત્કાલિક ધોરણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 153 (ખ), 505 (જે), 188 અને 114ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


