- જાગૃતજનો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ
- સરકારી ખરાબામાં જમીન પર ઝુંપડા બાંધી વસવાટ કરી રહ્યા છે
- સરકારી નિયમો મુજબ અન્યત્ર જગ્યા ફાળવવા પણ રજૂઆતમાં જણાવાયુ છે
ચોટીલા શહેરના મફતીયાપરા વિસ્તારમાં બે દાયકા કરતા વધુ સમયથી વિચરતી જાતિના પરિવારો કાચી વસાહત બનાવીને રહેતા હતા. આ જમીન ખાનગી માલિકીની હોઈ માલિકે ખાલી કરવાનું કહેતા થોડા સમય પહેલા લોકોએ ખાલી કરી હતી. હાલ તેઓ ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ સરકારી ખરાબામાં જમીન પર ઝુંપડા બાંધી વસવાટ કરી રહ્યા છે. ત્યારે હર્ષદ બોસ્તર, દેવાયત ત્રમટા, ભરત ધાંધળ, સગરામ મોરી, હીરા ધાંધળ સહિતના અસામાજિક તત્વોએ જગ્યા ખાલી કરવાનું નહીંતર ઝુંપડા સળગાવી દેવાની ધમકી આપી રહ્યા છે. આથી ગરીબ પરિવારોના સનીભાઈ રાઠોડ, બાબુભાઈ સોલંકી, વિજયભાઈ સોલંકી, શંકરભાઈ પરમાર સહિતનાઓએ સોમવારે ચોટીલા મામલતદારને રજૂઆત કરી કાનુની કાર્યવાહીની માંગ કરી છે. સાથે સરકારી નિયમો મુજબ અન્યત્ર જગ્યા ફાળવવા પણ રજૂઆતમાં જણાવાયુ છે.


