- રાજ્યસભાના 56 સાંસદોની વિદાય પર વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું
- સાંસદો રાજ્યસભાથી જનસભામાં જઈ રહ્યા છેઃ PM
- લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહ યાદ આવશે
રાજ્યસભાના 56 સાંસદોની વિદાય પર વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું છે. જેમાં રાજ્યસભાના 56 સાંસદોની આજે વિદાય થશે. ત્યારે વડાપ્રધાન મોદીએ સંબોધન કરી જણાવ્યું છે કે નવી સંસદ નવી ઉર્જા આપે છે. સાંસદો રાજ્યસભાથી જનસભામાં જઈ રહ્યા છે. સાંસદોની ક્યારેય વિદાય થતી નથી.
લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહ યાદ આવશે
આ ગૃહ સતત કાર્યરત રહે છે. સાંસદ માટે રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષની યુનિવર્સિટી છે. લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહ યાદ આવશે. મનમોહન સિંહનું મોટું યોગદાન છે. મનમોહનસિંહે લાંબા સમય સુધી માર્ગદર્શન આપ્યું છે. સાંસદ અનમોલ વારસો છોડીને જાય છે. કોરોનાકાળમાં આપણને ઘણું શીખવા મળ્યું છે.
10 વર્ષમાં દેશ સમૃદ્ધિના શિખર પર પહોંચ્યો
કોરોનાના કારણે કેટલાક સાથીઓ છોડીને જતા રહ્યા તથા કોરોનાકાળને આપણે ભૂલી નથી શકતા. કોંગ્રેસના બ્લેક પેપર પર PM મોદીએ કહ્યું છે કે કાળા ટીકા માટે કોંગ્રેસનો આભાર. દેશને નજર ના લાગે તે માટે કાળો ટીકો જરૂરી છે. 10 વર્ષમાં દેશ સમૃદ્ધિના શિખર પર પહોંચ્યો છે.


