- અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી ઝડપાયો બુકી
- બુકીઓએ બેન્ક એકાઉન્ટની વિગતો ભટ્ટ સુધી પહોંચાડી
- સસ્પેન્ડેડ PI એ.એમ.ગોહિલ હજુ પણ પોલીસ પકડથી દૂર
હાલમાં ગુજરાત પોલીસના સૌથી મોટા વિવાદ એવા તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં ATS ને પ્રારંભિક તપાસમાં 2 બુકીઓ મળી આવ્યા છે. જેમની પાસેથી તરલ ભટ્ટના બેન્ક એકાઉન્ટ સુધીની વિગતો મળી આવી રહી છે. તેમજ અન્ય નાણાંકીય વ્યવહાર અંગે પણ પોલીસને લીડ મળી રહી છે.
તોડકાંડમાં ATS દ્વારા મુંબઈથી એક અને અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી એક બુકી મળીને 2ની ધરપકડ કરી હતી. આ બંને બુકી ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટને આપતા હતા. જેના આધારે તરલ ભટ્ટ એકાઉન્ટ ધારકોને બોલાવીને તોડકાંડનું આખુ રેકેટ ચલાવતો હતો. જેના સાથે જ તોડકાંડમાં તરલ ભટ્ટ મહત્વની ભૂમિકા સામે આવી છે અને સાથે જ બંને બુકીઓની સાથે તેની સાંઠગાંઠ પણ સામે આવી રહી છે.
કેવી રીતે કરવામાં આવતો તોડકાંડ
જ્યારે ATS દ્વારા બુકીઓની તપાસ કરવામાં આવી ત્યારે તેમની કામગીરી અંગે પણ ATS ને માહિતી મળી છે. જેમાં બુકીઓના જણાવ્યા અનુસાર, તરલ ભટ્ટને ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટની માહિતી બુકીઓ આપતા હતા. જેના આધારે તરલ ભટ્ટ તે બેંક એકાઉન્ટ ફ્રિઝ દેતો હતો. ત્યારબાદ તે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે બેલેન્સની રકમના 50 ટકા માંગતા હતા. જ્યારે રકઝકના અંતે રૂ.20 થી 25 લાખ લઈને એકાઉન્ટ અનફ્રીઝ કરી આપતા હતા.
નોંધનીય બાબત છેકે, તરલ ભટ્ટ અગાઉ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં પીએસઆઈ હતા. ત્યારથી અમદાવાદના બુકીના સંપર્કમાં હોવાથી તેણે ઘણા એકાઉન્ટની માહિતી આપી હોવાનું અધિકારીઓનું માનવું છે. એટલું જ નહીં આ બુકીને ઘણા પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો હોવાની પણ વિગતો આગામી દિવસમાં સામે આવી શકે છે.


