- મધ્યભારતના હવામાનમાં પલટોની અસર ગુજરાત પર
- ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે
- લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો
રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. જેમાં વિવિધ વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં પવનની ગતિ તેજ રહેવાની હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર વધ્યું છે. આ દરમિયાન ડિસામાં 12 ડિગ્રી તાપમાન , પાલનપુરમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે.
વરસાદની કોઈ આગાહી નહીં
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન અંગે વાત કરતાં જણાવ્યુ છે કે, ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા છે. તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી.
લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. જેમાં નલિયામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી છે. અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે. રાજકોટ 17 ડિગ્રી, અમરેલી અને સુરત 18 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની સાથે જ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાય શકે છે.


