- દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારો સાહિત્ય, સંતવાણી, ભજનોની રમઝટ બોલાવશે
- વ્યાસપીઠ પરથી તા. 11મીથી 17મી ફેબ્રુઆરી જિજ્ઞેશદાદા કથારસ પીરસશે
- આ કથા દરમિયાન દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારોના લોકડાયરાનું પણ આયોજન
વઢવાણ તાલુકાના કોઠારિયા ગામે રામ રોટી અન્નક્ષેત્ર આશ્રામ પરીવાર દ્વારા તા. 11મીથી તા. 17મી ફેબ્રુઆરી દરમિયાન શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયુ છે. જેમાં વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન દરરોજ રાત્રે ખ્યાતનામ કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે.
સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવે પર આવેલ કોઠારીયા ગામે રામ રોટી અન્નક્ષેત્ર આવેલો છે. વજા ભગતની જગ્યા તરીકે ઓળખાતી આ જગ્યા પર ભુખ્યાને ભોજન સહિતની અનેક સેવાકીય પ્રવૃતી કરવામાં આવી રહી છે. જેમાં સંસ્થામાં 1 હજારથી વધુ ગાયોની ગૌ શાળા આવેલી છે. આ ઉપરાંત છાશકેન્દ્ર, પારેવાને ચાણ, જૈન સાધુ-સાધ્વીજીઓની સુશ્રુશા, કીડીયારૂ સહિતના સેવાકીય કાર્યો કરાય છે. ત્યારે આગામી તા. 11 થી 17 ફેબ્રુઆરી સુધી કોઠારીયા ધામ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. જેમાં કથાકાર જીજ્ઞેશદાદા રાધે રાધે વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે.
કથાની પોથીયાત્રા તા. 11ને બપોરે રામ રોટી અન્નક્ષેત્ર આશ્રામથી કથા સ્થળ સુધી જશે. જયારે તા. 13મીના રોજ નૃસીંહ પ્રાગટય, તા. 14મીના રોજ રામ જન્મોત્સવ, વામન જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, તા. 15મીના રોજ ગીરીરાજ ઉત્સવ, તા. 16મીના રોજ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગ યોજાશે. કથા દરમિયાન દુધરેજ મહંત કણીરામબાપુ, દુધઈ મહંત રામબાલકદાસજીબાપુ, દુધરેજ કોઠારી મુકુંદરામબાપુ સહિતના સાધુ-સંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
દરરોજ રાત્રે લોકડાયરાના કાર્યક્રમો યોજાશે
- તા.9મીએ ગમન ભુવાજી, ગેમર ખાખડી, સંજય નોંગોહ, વિપુલ ખટાણા.
- તા. 10મીએ રશ્મીતાબેન રબારી, બાબુભાઈ આહીર, તૃપ્તીબેન ગઢવી.
- તા. 11મીએ લલીતાબેન ઘોડાદ્રા, રાજભા ગઢવી, કવીબેન રબારી, રાજદાન ગઢવી.
- તા. 12મીએ કિર્તીદાન ગઢવી, ગીતાબેન રબારી, વીહાભાઈ રબારી, રાજેન્દ્રદાન ગઢવી.
- તા. 13મીએ સાગરદાન ગઢવી, અલ્પાબેન પટેલ.
- તા. 14મીએ બીરજુભાઈ બારોટ, હકાભા ગઢવી, મીત્તલબેન રબારી.
- તા. 15મીએ દેવાયતભાઈ ખવડ, અપેક્ષાબેન પંડયા, પરેશદાન ગઢવી.
- તા. 16મીએ હસમુખગીરી ગોસ્વામી, ગોપાલભાઈ સાધુ, ગોવિંદભાઈ રોજીયા.


