- એડલ્ટ સ્ટાર વ્હિટની રાઇટ ગઈ હતી ઈરાન પ્રવાસે
- વ્હિટનીના ઈરાન પ્રવાસથી શરૂ થયા અનેક સવાલો
- રાઇટના પ્રોફેશન અંગે પ્રશાસન અજાણ: ઈરાની મીડિયા
અમેરિકાની જાણીતી એડલ્ટ સ્ટાર વ્હિટની રાઇટે તાજેતરમાં ઇરાનના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન તેણે કેટલાંક ફોટોઝ અને વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ત્યારબાદ એક નવો વિવાદ શરૂ થઈ ગયો. વાસ્તવમાં, છેલ્લા કેટલાય વર્ષોથી ઈરાન અને અમેરિકાના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે. આ જ કારણ છે કે અમેરિકન નાગરિકોને ઈરાનમાં ફરવા અથવા અન્ય કોઈ કામ માટે સરળતાથી વિઝા મળતા નથી.
તો, ઈરાનમાં મહિલાઓને લઈને કાયદાઓ પણ ઘણા જ કડક કરી દેવામાં આવ્યા છે. વ્હિટની એક જાણીતી એડલ્ટ સ્ટાર છે. એવામાં સવાલો ઉઠી રહ્યા છે કે આખરે કેવી રીતે તેણે ઈરાનમાં સરળતાથી ફરવા માટેના વિઝા મળી ગયા હશે.
5 ફેબ્રુઆરી 2024ના રોજ ઈરાનની એક કટ્ટરપંથી ન્યૂઝ ચેનલે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિઝા અધિકારીઓને વ્હિટની રાઇટના પ્રોફેશન અંગે જાણકારી ન હતી.
આ પહેલા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાની પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. જેના પર તેમણે જણાવ્યું હતું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. એ જરૂરી નથી કે કોઈપણ વિદેશ નાગરિકના ઈરાન પ્રવાસ અંગેની તમામ જાણકારી વિદેશ મંત્રાલય પાસે હોય જ.
અમેરિકામાં પણ વ્હિટની રાઇટના આ પગલાંને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. તેમણે ઈરાની સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ વ્હિટની અંગે બધુ જ જાણતા હતા છતાં તેનો ઉપયોગ પ્રોપોગેંડા માટે કરવામાં આવી રહ્યો છે.
વ્હિટની દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોમાં તે તહેરાન ખાતે આવેલ અમેરિકાના જૂના દૂતાવાસમાં પણ જોવા મળી રહી છે. આ તેજ સ્થળ છે જ્યાં ઈરાનમાં 1979માં ક્રાંતિ દરમિયાન કેટલાંક વિદ્યાર્થીઓ ઘૂસી આવ્યા હતા અને તેમણે 52 અમેરિકન નાગરિકોને 444 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા હતા.


