- મહારાષ્ટ્રમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના
- મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગથી ચકચાર
- ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોષાલકર પર ફાયરિંગ
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોષાલકર પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે. વિનોદ ઘોષાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને આ ગોળીબાર તેમના પુત્ર અભિષેક ઘોષાલકર પર થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે.
મળતી માહિતી મુજબ, અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નજીકના સંબંધીઓ પાસેથી માહિતી મળી રહી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. મોરીસ ભાઈ નામના વ્યક્તિ પર ગોળીબારનો આરોપ હતો. આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.


