- ઈઝરાયેલીની આ કાર્યવાહીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને અવિશ્વસનીય ગણાવી છે
- અમેરિકા યુદ્ધ વિરામ માટે ઈઝરાયેલ અને હમાસ પર સતત દબાણ કરી રહ્યું છે
- ઈઝરાયેલના હુમલાએ મોટા ભાગના લોકોને પોતાનાં ઘર છોડી દેવા મજબૂર કર્યા છે
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ દ્વારા હમાસની શરતોનો અસ્વીકાર કરવા અને દક્ષિણી ગાઝા શહેરમાં હુમલા વધારવાનો સંકલ્પ કરાયા બાદ ગાઝા પટ્ટીમાં આવેલા રાફા શહેરમાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈઝરાયેલીની આ કાર્યવાહીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને અવિશ્વસનીય ગણાવી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કહ્યું કે અમેરિકા યુદ્ધ વિરામ માટે ઈઝરાયેલ અને હમાસ પર સતત દબાણ કરી રહ્યું છે. બાઇડેને ગુરુવારે કહ્યું કે મારું માનવું છે કે ગાઝા પટ્ટીમાં થઈ રહેલી કાર્યવાહી ચરમ પર છે. ઉલ્લેખનીય છે કે, ઇજિપ્તને અડીને આવેલા રાફા શહેરમાં ગાઝાની અડધી વસ્તી પહોંચી ગઈ છે. ઇજિપ્તે પોતાના વિસ્તારમાં કોઈ પણ જવાબી કાર્યવાહી ન કરવાની ચેતવણી ઉચ્ચારી છે. કુવૈતમાંની હોસ્પિટલો અનુસાર, હુમલામાં બે મહિલાઓ અને પાંચ બાળકો સહિત ઓછામાં ઓછાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈઝરાયેલી સૈન્ય દ્વારા ચાર મહિનાથી થઈ રહેલા જમીની અને હવાઈ હુમલામાં પેલેસ્ટાઇનના 27 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ઈઝરાયેલના હુમલાએ મોટા ભાગના લોકોને પોતાનાં ઘર છોડી દેવા મજબૂર કર્યા છે.


