- સોફ્ટવેર એન્જિનિયર યુવતીને મુંબઈ સાઈબર ક્રાઇમના PIના નામે ધમકીઓ
- યુવતીએ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
- મુંબઇ સાઈબર ક્રાઇમમાંથી મહિલા PI બોલું છું તેમ કહીને ધમકાવીને બેંકની ડિટેઇલ જાણી
શહેરમાં સોફટવેર એન્જિનિયર યુવતીને ફોન કરીને તમે મુંબઇથી ઇરાન કુરિયર મારફતે પાર્સલ મોકલ્યુ છે તેમાં ડ્રગ્સ અને એક્સપ્રાયર પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ છે અમે મુંબઇ સાઈબર ક્રાઇમમાંથી મહિલા PI બોલું છું તેમ કહીને ધમકાવીને બેંકની ડિટેઇલ જાણી લઇને 19.94 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં યુવતીને જાણ થઇ કે, તેની સાથે ઠગાઇ થઇ છે. આ અંગે યુવતીએ સાઈબર ક્રાઇમમાં બે અજાણ્યા શખ્સો સામે 19.94 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. સેટેલાઇટમાં રહેતી ખુશ્બુ શાહને 22 ડિસેમ્બરે અજાણ્યા નંબરથી ફોન આવતા તેણે ઉપાડતા સામેથી હું હર્ષવર્ઘન છું તમે એક પાર્સલ મુંબઇથી ઇરાન કુરિયર કર્યુ છે જેમાં એક્સપાયર થયેલા પાંચ પાસપોર્ટ, ચાર SBIના ક્રેડીટ કાર્ડ, 450 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળેલ છે. આ પાર્સલ મોકલવા માટે તમે 99 હજાર રૂપિયા ભર્યા હતા. જેથી ખુશ્બુએ કહ્યું કે, મે કોઇ પાર્સલ મોકલેલ નથી. બાદમાં હર્ષવર્ધને ખુશ્બુને ફરિયાદની ધમકી આપી હતી. થોડીવાર બાદ અજાણ્યા નંબરથી એક મહિલાએ ખુશ્બુને ફોન કરીને કહ્યું કે, હું મુંબઇ સાઈબર ક્રાઇમમાંથી પીઆઇ બોલું છું તમે પહેલા તમારા મોબાઇલમાં સ્કાયપી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેવો આદેશ કર્યો હતો. આથી ખુશ્બુએ ગભરાઇ જઇને સ્કાઇપી એપ ડાઉનલોડ કરતા મહિલા PIએ કહ્યુ કે, તમારા તો ઘણા બધા બેંક એકાઉન્ટ છે જેથી મની લોન્ડરિંગનો કેસ થાય અને તમને મોટી સજા પડી શકે છે તેમ કહીને ફરીથી ધમકાવી હતી. બાદમાં મહિલા PIએ કહ્યું કે, જો તમારે આ કેસમાં સંડોવણી ના હોય તો નોન ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવુ પડશે આથી ખુશ્બુએ બેંકની ડિટેઇલ આપતા 19.94 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.


