- રેલવે મંત્રીએ રાજ્યસભામાં વિગતો આપી
- 1.08 કરોડના ખર્ચે બંધાનાર પ્રોજેક્ટ
- અપેક્ષિત સમયરેખા અને અંતિમ ખર્ચ તમામ કોન્ટ્રાક્ટ પેકેજો આપ્યા પછી જ નક્કી કરી શકાય છે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રૂ. 1,08,000 કરોડના ખર્ચે મંજૂર થયો છે. હાલ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ગતિએ ચાલી રહી છે. ટર્નલ બનાવાની પણ કામગીરી ચાલી રહી છે. આ સાથે બુલેટ ટ્રેનોના સ્ટેશનો પણ બનવાનુ કામ રાતદિવસ ચાલી રહ્યુ છે. તેવામાં રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક અને ઈન્ફેર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટમાં 290.64 કિમીમાં પિઅર ફઉન્ડેશન, 267.48 કિમીમાં પિઅર કન્સ્ટ્રક્શન, 150.97 કિમીમાં ગર્ડર કાસ્ટિંગ અને 119 કિમીમાં ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થયું છે. અપેક્ષિત સમયરેખા અને અંતિમ ખર્ચ તમામ કોન્ટ્રાક્ટ પેકેજો આપ્યા પછી જ નક્કી કરી શકાય છે.
MAHSR પ્રોજેક્ટ મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદના વેપાર કેન્દ્રોને જોડતા ગુજરાત અને મહારાષ્ટ્રના ઉચ્ચ વિકાસ દર રાજ્યોમાંથી પસાર થાય છે. જાપાનીઝ ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા હાથ ધરાયેલ સંભવિત અભ્યાસ મુજબ પ્રોજેક્ટ ઈકોનોમિક ઈન્ટરનલ રેટ ઓફ્ રીટર્ન (EIRR) 11.8% હોવાનો અંદાજ હતો.


