- કરુણા અભિયાનમાં 99 પક્ષીઓ બચાવાયાં હતાં
- પશુ દવાખાનાં અને જીવદયા પ્રેમીઓનું સંયુકત અભિયાન
- એનિમલ ચિકિત્સક ર્ડા.ચેતન ચૌધરીએ સારવાર કરી હતી
મહેસાણા તાલુકાના ગોઝારિયા પંથકમાં આકસ્મિક રીતે ઘવાયેલા રાષ્ટ્રીય પક્ષી મોરને મહેસાણા શહેરમાં હૈદરી ચોક ખાતે આવેલા પશુ દવાખાનામાં સારવાર કરી જીવતદાન આપવામાં આવ્યું હતું. ગોઝારિયાથી જીવદયા પ્રેમી ઘાયલ મોરને લઈ પશુ દવાખાને આવ્યા હતા અને એનિમલ ચિકિત્સક ર્ડા.ચેતન ચૌધરીએ સારવાર કરી હતી. બચાવેલા મોરને વન વિભાગના એનિમલ કેરમાં સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ અને એનિમલ સેવિઅર્સ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં આવે છે. આ અગાઉ મહેસાણા જિલ્લામાં સળંગ દસ દિવસ કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં 99 પક્ષીઓને સારવાર આપી બચાવવામાં આવ્યાં હતાં. મહેસાણા ખાતે હૈદરી ચોક સ્થિત પશુ દવાખાનામાં ભેંસો, ઘેટાં-બકરાં અને શ્વાનની નિયમિત સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત, વન્ય પ્રાણી અને પક્ષીઓને પણ પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવે છે. વાનર, મોર તેમજ જંગલી પ્રાણીઓને પણ સારવાર આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વે કાતિલ દોરીથી બચાવવા પશુ દવાખાનાએ સારવાર અભિયાન ચલાવાયું હતું. અહેવાલ વચ્ચે કરેલી તસ્વીરમાં સારવાર લઈ રહેલો મોર દૃષ્ટિગોચર થાય છે.


