- ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બજારના વેપારીઓએ દબાણ બચાવવા એકતા કરી
- 15 દિવસ બાદ વિધાનસભા સત્ર પૂરું થયા બાદ મુખ્યમંત્રીને રજૂઆત
- સેવાલિયા બજારમાં ઉભા કરાયેલા દબાણને સ્વૈચ્છિક રીતે દૂર કરવા
ગળતેશ્વર તાલુકા ના સેવાલિયા બજારમાં નિર્માણ પામી રહેલા પ્રગતિપથમાં રોડની બન્ને દિશાઓમાં માર્ગ અને મકાન વિભાગના બૂલડોઝરે રસ્તો 12 મીટર સુધી ખુલ્લો કરી કાર્યનો આરંભ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે સેવાલિયા બજારમાં ઉભા કરાયેલા દબાણને સ્વૈચ્છિક રીતે દૂર કરવા અંગે 4 માસ અગાઉ સ્થાનિક બજારના દબાણકારોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. પંરતુ સેવાલિયા બજારના દબાણકાર વેપારીઓ દ્વારા આખરી સમય સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહોતી પરંતુ પ્રગતિપથનું નિર્માણકાર્ય હવે છેક પોતાના દબાણ સુધી આવતા એકાએક બજાર વેપારી મહાજન મેદાને આવ્યું હતું. અને આ દબાણ તોડવા અંગે ગઈકાલે રાત્રે રોગહરણી માતાના મંદિર ખાતે રાત્રે 9 કલાકે 50 થી વધુ વેપારીઓએ બેઠક કરી હતી
આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્ય દીપેન પટેલ અને ઇન્ચાર્જ સરપંચ નિમિત્ત શાહ દ્વારા દબાણકારો માટે પીવાના અને વપરાશના પાણીનો પુરવઠા વ્યવસ્થા ખોરવાવવા અંગેના બહાના 15 દિવસ દબાણ તોડવા નહિ દેવાની ખાતરી આપવામાં આવી હતી. જેના કારણે બજારનું એક 7 થી 8 વેપારીઓનું મંડળ ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ પાસે દબાણ બચાવવા માટે ગુહાર લગાવી હતી. આ સાથે વિધાનસભાના સત્ર પૂરું થવા સુધી પ્રગતિપથને રોકી ગુજરાતના સીએમ પાસેથી બજારનું દબાણ યથાવત્ રાખી બજારને ધમધમતું રહે તે બાબતની રજૂઆત સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં સેવાલિયા બજારને 80 ફૂટનો રસ્તો નથી જોઈતો એની શું જરૂર છે? અને 12 મીટરને બદલે 9 થી 10 મીટર સુધી જ ખુલ્લું કરાવવા માટે સમસ્ત દબાણકારો ગાંધીનગર કૂચ કરી નિરાકરણ લાવવા માટે સૌ એકસુરમાં જણાયા હતા સેવાલિયા બજારમાં પ્રગતિપથના અધૂરા નિર્માણકાર્યથી બજારમાં ટ્રાફ્કિજામ સર્જાવા સાથે ધૂળની ચાદરો દુકાનો અને મકાનોમાં પથરાવા લાગી છે જેનાથી પ્રજા ત્રસ્ત બની છે જેમાં લોકોને રોગચાળાનો ભય સતાવવા લાગ્યો છે. જેમાં પ્રગતિપથને ઉપયોગમાં લેનાર લોકો જણાવી થયા છે કે પ્રગતિ પથ વહેલી તકે પૂરો થવો જોઈએ જ્યારે દબાણકારો પોતાના દબાણ બચાવવા માટે નિર્માણ કાર્ય અટકાવવાની ગતિવિધિમાં પ્રજાજનો હેરાનગતિ વેઠી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે.


