- મજુરા વિધાનસભામાં લોકો સાથે બેઠક ચર્ચા કરી
- લોકોને પડતી સમસ્યાને લઇ જાણકારી મેળવી હતી
- ૩૦૦ થી વધુ લોકોને મળવાનો મોકો મળ્યો: ગૃહમંત્રી હર્ષ સંઘવી
સુરતમાં લોકસભાની ચૂંટણીની ચહલ પહલ શરૂ થઈ ચૂકી છે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બૃહદ સંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. તેમના પોતાના મજુરા વિધાનસભામાં લોકો સાથે બેઠક ચર્ચા કરી છે. ભટાર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસમાં લોકો સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકોને પડતી સમસ્યાને લઇ જાણકારી મેળવી હતી.
૩૦૦ થી વધુ લોકોને મળવાનો મોકો મળ્યો: ગૃહમંત્રી હર્ષ સંઘવી
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા રાજ્યભરમાં ચહલ પહલ શરૂ કરી દેવાઇ છે. ત્યારે આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના પોતાના મતવિસ્તારમાં સરકારી લાભાર્થીઓને મળવા પહોંચ્યા હતા. ભટાર ખાતે આવેલ સુમન પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમના સુધી પહોંચી છે કે નહીં તે અંગે લોકો સાથે ચર્ચા કરી હતી. હર્ષ સંઘવીએ લોકો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે ૩૦૦ થી વધુ લોકોને મળવાનો મોકો મળ્યો છે.
લોકોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો
આવાસમાં લોકો સાથે ચર્ચા કરી છે. દિન દુખિયા લોકોને મકાન મળ્યા છે. લોકોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો છે. વધુમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેનસ્ટોક આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીએ તેમની તબિયતને લઇ સતત સંપર્કમાં છે. રાઘવજી એક ખેડૂત નેતા છે. રાઘવજી પટેલ જલ્દી સાજા થઈ લોકોની સેવામાં ફરી આવશે.


