- રોહિત શર્માએ અંડર-19 ટીમને ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી
- રોહિત ઉપરાંત યુવરાજે પણ ટીમને પ્રોત્સાહન આપ્યું
- યુવરાજે યુવાનોને “તેમના દીલથી રમવા” સલાહ આપી
ભારતીય સિનિયર ટીમના કેપ્ટન રોહિત શર્માએ અંડર-19 ટીમને ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી છે. U19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. કેપ્ટને ઉદય સહારન અને તેની ટીમને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. રોહિત ઉપરાંત યુવરાજે પણ ટીમને પ્રોત્સાહન આપ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. કેપ્ટન શર્મા સહિત ટીમના ખેલાડીઓ ભાવુક જોવા મળ્યા હતા. હવે યુવા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પાસેથી આ હારનો બદલો લેશે તેવી અપેક્ષા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટીમને પ્રોત્સાહિત કરી છે.
યુવરાજ સિંહે શુભેચ્છા પાઠવી
અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ઉદય સહારનની ટીમને U19 વર્લ્ડ કપની મોટી ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી હતી. યુવરાજે યુવાનોને તેમની કારકિર્દીના સૌથી મોટા દિવસે “તેમના દીલથી રમવા” સલાહ આપી હતી.
દરમિયાન વિલોમૂર પાર્ક ખાતે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફાઈનલ જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર છે. ભારતે ફાઈનલ સુધી પોતાની તમામ મેચ જીત્યા બાદ કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે.
બન્ને ટીમોની પ્લેઇંગ 11
ભારત: આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (C), પ્રિયાંશુ મોલિયા, સચિન દાસ, અરાવલી અવનીશ (wk), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમી પાંડે.
ઓસ્ટ્રેલિયા: હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વેઇબજેન (C), હરજસ સિંહ, રાયન હિક્સ (wk), ઓલિવર પીક, રાફ મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, માહલી બીર્ડમેન, કેલમ વિડલર


